તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ભાવનગરમાં ભૂંગળામાં સલવાઈ જતાં મોત
મચ્છી મારવા માટે યુવાન પાણીમાં પડ્યો હતો

ભાવનગર, તા.૩: કરચલીયા પરા વિસ્તારમાં રહેતા યુવાન અશોકભાઈ ગોવિંદભાઈ સરવૈયાનું ભૂંગળામાં સલવાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ નિરમા કંપનીમાં ફિશિંગનું કામ કરતા અશોકભાઈ સરવૈયા મચ્છી મારવા માટે પાણીમાં પડ્યા હતા. આ દરમિયાન અચાનક ભૂંગળામાં સલવાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ મળતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
