તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ગોંડલમાં કાકા-ભત્રીજાનાં મોતથી શ્રમિક પરિવાર ઉપર આભ તૂટી પડયુ
આશાપુરા ડેમમાં દુર્ઘટના સર્જાતા અરેરાટી

ગોંડલ, તા. ૧૪ : મુળ દાહોદ નાં કંબોઇ ગામ નો રહેવાસી શ્રમિક પરિવાર હાલ ગોંડલ આશાપુરા ગાર્ડનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનાં ચણતરની કામગીરીમાં મજુરીકામ કરી ગાર્ડનમાં જ રહેછે.
સાંજે સાતનાં સુમારે પરીવાર પૈકીનાં રામુભાઇ મગનભાઈ લીંબા ઉ.૧૯ તથા તેનો કૌટુંબિક ભત્રીજો અવિનાશ ઉ.૭ ને ગાર્ડન ને અડી ને આવેલા આશાપુરા ડેમ માં નહાવા પડ્યા હતાં.
કાકો ભત્રીજો બન્ને પાણી માં મસ્તી કરી નહાવા ની મજા લઇ રહ્યા હતાં.દરમિયાન અવિનાશ પાણી માં થોડો આગળ જતા ત્યાં પાણી ઉંડુ હોય ડુબવા લાગ્યો હતો.
ભત્રીજા ને ડુબતો જોઇ રામુભાઇ તેને બચાવવા જતા તે પણ ડુબવા લાગ્યા હતા. અને પલભર માં ભત્રીજા ની પાછળ પાણી માં ગરકાવ થઇ ગયા હતાં.
બનાવ અંગે પરિવારજનો ને જાણ થતા દેકારો કરી મુકયો હતો. કોઈ એ ફાયરબ્રિગેડ ને જાણ કરતા દોડી આવેલા તરવૈયાઓ ડેમ માં જંપલાવી પ્રથમ અવિનાશ નાં મળતદેહ ને બહાર કાઢયો હતો.બાદ માં ભારે જહેમત બાદ રામુભાઇનો મળતદેહ હાથ લાગતા બન્ને મળતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતાં. બનાવની જાણ થતા બી-ડીવીઝન પીઆઇ જી.એસ.ગઢવી, મામલતદાર સહિત સ્ટાફ આશાપુરા ડેમ દોડી આવ્યો હતો.
બનાવની કરૂણતા એ હતી કે રામુભાઇ નાં લગ્ન હજુ ત્રણ મહીના પહેલાં થયા હતાં.તેના માતા પિતા સહિતનો પરીવાર વતન રહેછે.તે પરીવાર માં એકનાએક પુત્ર હતા.
જ્યારે અવિનાશનાં પિતા અનિલભાઈ પરીવાર સાથે આશાપુરા ગાર્ડનમાં રહે છે. તેમને સંતાન માં અવિનાશ ઉપરાંત એક પુત્ર અને બે પુત્રીઓ છે.
દાહોદનાં કંબોઇ ગામનો આ શ્રમિક પરિવાર છેલ્લા કેટલાક સમય થી આશાપુરા ગાર્ડન માં ઝુપડા બનાવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માં મજુરીકામ કરી પેટીયુ રળેછે.બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
