<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ઉપલેટા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરો

ઉપલેટા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા મામલતદારને અલગ અલગ આવેદનઃ ચૂંટણી પંચના વડા સામે પગલાં લેવા માંગ

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૬: ઉપલેટા ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ સ્‍થાનિક ખેડૂતોએ એકત્ર થઈને મામલતદાર કચેરીએ બે અલગ-અલગ મુદ્દાઓ પર આવેદનપત્રો સુપરત કર્યા હતા. આ આવેદનપત્રો ભારતના રાષ્‍ટ્રપતિ અને ગુજરાતના મુખ્‍યમંત્રીને સંબોધીને આપવામાં આવ્‍યા છે, જેમાં ખેડૂતોની કફોડી સ્‍થિતિ અને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્‍યા છે.

ગુજરાતના મુખ્‍યમંત્રીને પાઠવેલા પ્રથમ આવેદનપત્રમાં ઉપલેટા તાલુકાને તાત્‍કાલિક અસરથી ‘‘દુષ્‍કાળગ્રસ્‍ત'' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્‍ય જયદેવસિંહ વાળાના જણાવ્‍યા અનુસાર, સરકારી આંકડાઓ અને કલેક્‍ટરની માહિતી મુજબ તાલુકામાં માત્ર ૨૫ થી ૩૦ ટકા જ વરસાદ પડ્‍યો છે. પૂરતો વરસાદ ન થવાને કારણે ખેડૂતોએ વાવેલા મોંઘા ભાવના બિયારણો નિષ્‍ફળ ગયા છે અને પાક બળી ગયો છે. પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે અને માલધારીઓ માટે પણ ઘાસચારાની ભારે અછત ઊભી થઈ છે.

આ ઉપરાંત, પાનેલી મોટી ગામના ખેડૂત દિનેશભાઈ વેકરીયાએ રજૂઆત કરી હતી કે અન્‍ય ડેમોમાં પાણી ભરવામાં આવ્‍યું છે, પરંતુ ખેડૂતો માટે મહત્‍વના એવા ફૂલઝર ડેમને પાણીથી વંચિત રાખવામાં આવ્‍યો છે. ખેડૂત આગેવાન કારાભાઈ બારિયાએ લાલ બહાદુર શાષાીના ‘‘જય જવાન, જય કિસાન'' નારાનો ઉલ્લેખ કરી દેશના વિકાસ માટે ખેડૂતોને તાત્‍કાલિક સહાય આપવા અપીલ કરી હતી.

બીજું આવેદનપત્ર ભારતના રાષ્‍ટ્રપતિને સંબોધીને આપવામાં આવ્‍યું હતું, જેમાં ભારતના ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમાર સામે ગંભીર આક્ષેપો કરાયા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કળષ્‍ણકાંત ચોટાઈ અને અન્‍ય હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ દ્વારા ત્રણ સભ્‍યોની પેનલના નિયમોનું ઉલ્લંઘન કરી સત્તાધારી પક્ષને ફાયદો કરાવવા માટે એકતરફી નિર્ણયો લેવાયા છે.

ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણભાઈ ભોપાળા અને તાલુકા પ્રમુખ લાખાભાઈ ડાંગરની સહીવાળા આ આવેદનપત્રમાં ચૂંટણી પંચના વડાને તાત્‍કાલિક પદભ્રષ્ટ કરી તેમની સામે કાયદેસરના અને ફોજદારી પગલાં લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે

(11:38 AM IST)