<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

પોરબંદરના એમ.જી. રોડ પર આવેલા 196 વર્ષ જૂના મહાલક્ષ્મીજીના મંદિરે 1 કરોડ 1 લાખ રૂપિયાની ચલણી નોટોથી ભવ્ય શણગાર

ચલણી નોટોના આ આકર્ષક શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટી પડ્યા

પોરબંદરના એમ.જી. રોડ પર આવેલા 196 વર્ષ જૂના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના પર્વે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના આ એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચલણી નોટોના શોભા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા 1 કરોડ 1 લાખ રૂપિયાની ચલણી નોટોથી માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ શણગારમાં 1 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટો ઉપરાંત ભારતીય ચલણના વિવિધ સિક્કાઓ અને વિદેશી ડોલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ચલણી નોટોના આ આકર્ષક શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટી પડ્યા હતા. દિવાળીના પાવન પર્વે મહાલક્ષ્મીજીના દર્શન સાથે અનોખા શણગારને નિહાળી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

(10:22 PM IST)