<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

રાત્રે ડીપ ડીપ્રેશન સીસ્‍ટમ આંધ્ર- ઓડીસા આસપાસ લેન્‍ડફોલ કરશે

આઇએમડીના ટ્રેક અનુસાર આ સીસ્‍ટમ ગુજરાત તરફ નહી આવે પણ સોૈરાષ્‍ટ્રમાં આવતીકાલે વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના રહે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૩: બંગાળની ખાડીમાં ઉદભવેલી સીસ્‍ટમ લો પ્રેશરથી વેલમાર્ક લો પ્રેશર બન્‍યા બાદ ગઇકાલે ડીપ્રેશન બની મજબુત થઇ ઘુમરાઇ રહી છે. આજે આ સીસ્‍ટમ ડીપ ડીપ્રેશન કેટેગરીએ પહોંચી છે. જો આ સીસ્‍ટમ બંગાળની ખાડીના સમુદ્રમાં વધુ એક દિવસ રહે તો તેને પુરતી ઉર્જા મળી રહી હોઇ, તે સાયકલોનિક સ્‍ટોર્મ અર્થાત વાવાઝોડું બની શકે છે પણ આઇએમડીએ તેનો જે ટ્રેક દર્શાવ્‍યો છે તેમાં ડીપ ડીપ્રેશન કેટેગરીએ જ આ સીસ્‍ટમ સંભવતઃ આજે રાત્રે આંધ્ર- ઓડિસા આસપાસ લેન્‍ડફોલ કરશે. આઇએમડીના ટ્રેક અનુસાર આ સીસ્‍ટમ ગુજરાત તરફ આવવાની નથી પણ લેન્‍ડફોલ થયા બાદ આ સીસ્‍ટમના ફેલાયેલા ઘેરાવાના દાયરામાં આવતીકાલે સોૈરાષ્‍ટ્રમાં થોડો વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના રહે છે. રાજસ્‍થાન સ્‍થિત એન્‍ટી સાયકલોનિક સકર્યુલેશન અર્થાત પヘમિી પવનો હવે સબઇ થવાને કારણે બંગાળની ખાડીની હાલની સીસ્‍ટમને આ પવનો પ્રવેશતા અટકાવશે અને પાછી ધકેલશે.હજુ ગુજરાત સુધી મોન્‍સૂન વિડ્રોલની રેખા જોવા મળતી નથી. રાજસ્‍થાન બાદ ગુજરાતમાં કચ્‍છમાંથી પ્રથમ ચોમાસુ વિદાય લેતુ હોય છે. સોૈરાષ્‍ટ્રમાં એ પછી વિદાય લે છે.

(11:02 AM IST)