તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 21st September 2026
શિક્ષણ જગતમાં ઘેરો શોક : રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા - જોડિયા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ પનારાનું હાર્ટ એટેકથી નિધન
એક પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી : પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો

ધ્રોલ : ગત પ સપ્ટેમ્બર (શિક્ષક દિન) ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમને રાજય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેનો ફાઇલ ફોટો ઇન્સેટ તસ્વીરમાં મૃતકનો ફાઇલ ફોટો
(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૧ : જોડિયા તાલુકા સહિત સમગ્ર પંથકના શિક્ષણ જગત માટે અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જોડીયા ના નેસડા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ રામજીભાઈ પનારા (ઉં.વ. ૪૦) મોરબી ખાતે પોતાના સગાને ત્યાં રાંદલ માતાજીના ધાર્મિક પ્રસંગમાં ગયા હતા, જ્યાં અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું આકસ્મિક અને અકાળે અવસાન થયું છે. માત્ર ૪૦ વર્ષની નાની વયે તેમના અણધાર્યા નિધનથી પરિવાર, તોહીજનો અને સમગ્ર શિક્ષક આલમમાં ઊંડો શોક વ્યાપી ગયો છે.
ભાવેશભાઈ પનારા શિક્ષણક્ષેત્રે પોતાની ઉત્કળષ્ટ અને નિષ્ઠાવાન કામગીરી માટે જાણીતા હતા. શિક્ષણમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ હજુ ગત ૫ સપ્ટેમ્બર (શિક્ષક દિન)ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમને ‘રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ગૌરવશાળી સન્માન મળ્યાના માંડ ગણતરીના દિવસોમાં જ નિયતિએ તેમને છીનવી લેતાં શિક્ષણવિદોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જોડિયા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પણ ઉત્સાહપૂર્વક સેવા આપી રહ્યા હતા. સાથી શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ હંમેશાં મોખરે રહેતા.
મૂળ જોડીયા તાલુકાના જસાપર ગામના વતની એવા ભાવેશભાઈ હાલ ધ્રોલની જ્યોતિ સોસાયટી ખાતે સપરિવાર રહેતા હતા. તેમના અણધાર્યા વિદાયથી પરિવારે ઘરનો આધારસ્તંભ મોભી ગુમાવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, તેમના પરિવારમાં પત્ની તેમજ અભ્યાસ કરતા એક દીકરો અને એક દીકરી છે. પિતાની છત્રછાયા અચાનક ગુમાવતાં માસૂમ બાળકો અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
