તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
મોરબીના ત્રાજપર ખારીમાં દીપક અને મિત્ર ગોવિંદ પર ત્રણ શખ્સોનો ધારીયાથી હુમલોઃ ગંભીર ઇજા
અગાઉના મનદુઃખનો ખાર રાખી હકુ, દીપુ સહિતે ગાળો દેતાં માથાકુટઃ બંને મિત્રોને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: મોરબીના ત્રાજપર ખારી ગામે જુના મનદુઃખને કારણે ગાળો દેવા મામલે બે મિત્રો પર ત્રણ શખ્સોએ ધારીયાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં બંનેને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ ત્રાજપર ગામે રહેતો દીપકભાઇ જેરામભાઇ દેથરીયા (ઉ.વ.૨૨) અને તેનો મિત્રો મોરબી ઇન્દિરાનગરમાં રહેતો ગોવિંદ ધીરૂભાઇ સુરેલા (ઉ.વ.૩૦) રાતે દસેક વાગ્યે ત્રાજપર ખારીમાં દીપકભાઇના બહેન ગુડીબેન જયેશભાઇ ચોૈહાણના ઘરે ગયા ત્યારે પાડોશમાં રહેતાં દીપુક, હકુ સહિતનાએ કારણ વગર ઝઘડો કરી ગાળો દેતાં દીપકભાઇએ ગાળો બોલવાની ના પાડતાં આ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ તેના પર ધારીયા, ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં મિત્ર ગોવિંદભાઇ વચ્ચે પડતાં તેને પણ લોહીલુહાણ કરી નાખ્યો હતો.
દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. દીપકભાઇ અને ગોવિંદભાઇને હાથ, પગ, શરીરે ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતાં ઓર્થોપેડીક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
દીપકભાઇએ જણાવ્યું હતું કે અગાઉ ત્રણેક મહિના પહેલા મારા બહેનના ભત્રીજા સાથે બહેનના પાડોશીઓને બોલાચાલી થઇ હતી. તે વખતે પોતે વચ્ચે પડયો હતો તેથી હકુ, દીપુ સહિતની સાથે મનદુઃખ ચાલતું હતું. ગત રાતે પોતે અને મિત્ર બહેનના ઘરે આટો મારવા ગયા ત્યારે આ શખ્સોએ આવી ગાળો દેવાનું ચાલુ કરતાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
