<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન- શ્રીહરિ મંદિરમાં ‘પૂ.ભાઇશ્રી'ની ઉપસ્‍થિતિમાં દીપાવલી પર્વ ઉજવાશે

વિશ્વવિખ્‍યાત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાની ઉપસ્‍થિતિમાં અનેકવિધ મનોરથ અને ભક્‍તિમય દીપદાનઃ શુક્રવારે સાંજે શ્રી લક્ષ્મી પૂજન સાથે દીપાવલી પર્વનો પ્રારંભઃ શ્રી હરિમંદિરમા દેવી દેવતાઓના દિવ્‍ય વિશેષ શળંગાર દર્શન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪ :.. પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સ્‍થિત શ્રીહરિ મંદિરમાં ‘પૂ.ભાઇશ્રી' રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્‍થિતિમાં અનેકવિધ મનોરથ અને ભક્‍તિમય દીપદાન સાથે દિવ્‍ય દીપાવલીનું પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે.

ધનતેરસ

શ્રીહરિ મંદિરમાં તા.૦૬-૧૧-૨૦૨૬, શુક્રવારના રોજ ધનતેરસના પવિત્ર દિવસે શ્રી હરિ મંદિરમાં સાંજે ૫-૩૦થી ૬-૩૦ દરમિયાન શાષાોક્‍ત વિધિપૂર્વક શ્રી લક્ષ્મી પૂજન સંપન્ન થશે. લક્ષ્મીપૂજન બાદ ૬-૩૦ થી ૭ દિવ્‍ય દીપદાન વિધિ થશે અને સાંજે ૭ વાગ્‍યે મંગલ સાયં આરતી થશે.

રૂપચતુર્દશી

તા. ૦૭-૧૧-૨૦૨૬, શનિવારના રોજ રૂપચતુર્દશીના મંગલ દિવસે પ્રાતઃ ૮ થી ૯ સૌમ્‍ય ભૈરવજીને પાવન અભિષેક થશે. શ્રીહરિ મંદિરમાં સાંજે ૫-૩૦ થી ૬-૩૦ સુધી શ્રીહનુમાનજીની વિધિવત્‌ પૂજા થશે. ત્‍યારબાદ ૬-૩૦ થી ૭ દરમ્‍યાન દીપદાન વિધિ સંપન્ન થશે અને ૭ વાગ્‍યે સાયં આરતી થશે એવં આરતી બાદ ૮થી ૯ ભૈરવજી યજ્ઞ સંપન્ન થશે.

દીપાવલી

તા. ૦૮-૧૧-૨૦૨૬, રવિવાર દીપાવલીના શુભ અને મંગલ દિવસે સવારે ૮ થી ૯ દરમિયાન શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્‍વજારોહણવિધિ થશે. ત્‍યારબાદ સવારે ૯-૯૦ થી ૧૦-૩૦ ચોપડા પૂજન થશે.

દીપાવલીના સાંજે સમય ૫ થી ૬-૩૦ શ્રીહરિ મંદિરમાં બિરાજિત શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા સહ્વકમલોથી વિધિપૂર્વક દિવ્‍ય પૂજન-અર્ચન સંપન્ન થશે તેમજ ૬-૩૦ વાગ્‍યેથી દીપદાન વિધિ થશે, ૭ વાગ્‍યે શયન આરતી થશે. શયન આરતી બાદ ૭-૩૦ થી ૮ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્‍મુખ ભવ્‍ય દીપોત્‍સવ થશે અને ત્‍યારબાદ ૮ વાગ્‍યે શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં આકર્ષક આતશબાજી કરવામાં આવશે.

 વિશેષ દર્શન

તા.૦૯-૧૧-૨૦૨૬, સોમવારના રોજ શ્રીહરિ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વે દિવ્‍ય વિગ્રહોના દર્શન યોજાશે. જેના દર્શનનો અલૌકિક લાભ સવારે ૭-૩૦થી બપોરે ૧ તથા સાંજે ૪-૩૦ થી રાત્રે ૮ સુધી સૌ ભાવિકજનો લઇ શકશે. તેમજ સાંજે ૪-૩૦ થી ૮ નયનરમ્‍ય દીપોત્‍સવ થશે.

નૂતન વર્ષ તોહમિલન

તથા અન્નકૂટ ઉત્‍સવ

તા. ૧૦-૧૧-૨૦૨૬, મંગળવારના રોજ શ્રીહરિ મંદિરમાં નૂતન વર્ષ ઉજવવામાં આવશે. પ્રાતઃ ૭:૩૦ વાગ્‍યે મંગલા આરતીના દર્શન અને એ આરતી સાથે ૭-૩૦ થી ૦૧:૦૦ દરમ્‍યાન શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનને મહાઅન્નકૂટ સમર્પિત કરવામાં આવશે અને મધ્‍યાホમાં ૧૨:૦૦ વાગ્‍યે અન્નકૂટની મહાઆરતી સંપન્ન થશે.

નૂતનવર્ષ નિમિત્તે પૂજ્‍ય ભાઈશ્રીની મંગલ ઉપસ્‍થિતિમાં સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ દરમ્‍યાન આનંદસભર તોહમિલન યોજાશે. સવારે ૭-૩૦ થી ૧ તથા સાંજે ૪-૩૦ થી ૮-૩૦ સુધી સૌ દર્શનાર્થીઓ અન્નકૂટના દર્શનનો લ્‍હાવો લઇ શકશે.

દેવી-દેવતાઓના વિશેષ શળંગાર

તા.૦૬/૧૧/૨૦૨૬ થી તા.૧૦/૧૧/૨૦૨૬ દીપોત્‍સવ પર્વના આ પાંચ દિવસો સુધી શ્રી હરિમંદિરમાં બિરાજિત સર્વે દેવી દેવતાઓના દિવ્‍ય અને અતિ સુંદર વિશેષ શળંગાર દર્શન પણ યોજાશે. 

આ સમગ્ર દીપોત્‍સવ પર્વના તમામ પાવન પ્રસંગોમાં તથા મનોરથના દર્શન કરવા માટે સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા સૌ ભાવિક ભક્‍તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(1:10 PM IST)