<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

જામનગરમાં ખેડૂતોને જાહેર કરાયેલી સહાયની રકમની ચૂકવણીમાં વિલંબ થતાં ધરતીપુત્રોમાં ભારે રોષ

સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવ્યાને એક મહિનો વીતી ગયો હોવા છતાં દિવાળી પૂર્ણ થયા બાદ પણ તેમના ખાતામાં સહાયની રકમ જમા થઈ નથી.

જામનગરમાં ખેડૂતોને જાહેર કરાયેલી સહાયની રકમની ચૂકવણીમાં વિલંબ થતાં ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવ્યાને એક મહિનો વીતી ગયો હોવા છતાં દિવાળી પૂર્ણ થયા બાદ પણ તેમના ખાતામાં સહાયની રકમ જમા થઈ નથી

 . ખેડૂતોના જણાવ્યા મુજબ, સરકારની સહાયની જાહેરાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે. બીજી તરફ સહાય મેળવવા માટેની ઓનલાઇન પ્રક્રિયા અંગે પણ સ્પષ્ટતા ન હોવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે સ્થાનિક નેતાઓ તેમના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે સરકાર તાત્કાલિક અસરથી જાહેર કરાયેલી સહાયની રકમ ચૂકવે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે.

(6:15 PM IST)