<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

પોરબંદરની શાળાઓમાં ર૧ દિવસના વેકેશનના પરિપત્રનો સંપૂર્ણ અમલ કરાવવા માંગણી

વિદ્યાર્થી નેતા કિશનભાઇ રાઠોડ દ્વારા શિક્ષણાધિકારીને રજૂઆતઃ ગત વર્ષ કોર્ષ બાકી છે તેવા બહાના હેઠળ કેટલીક શાળાઓના સંચાલકોએ મનમાની કરીને અઠવાડિયાનું વેકેશન આપ્‍યું હતું!!

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પઃ રાજય સરકાર દ્વારા શાળાઓમાં ર૧ દિવસના દિવાળી વેકેશનના પરિપત્રનો સંપુર્ણ અમલ કરાવવાની માંગણી સાથે વિદ્યાર્થી નેતા કિશનભાઇ રાઠોડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

વિદ્યાર્થી નેતા કિશનભાઇ રાઠોડે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતમાં જણાવેલ કે, રાજ્‍ય સરકારના શિક્ષણ વિભાગ કચેરી દ્વારા તા.૫ થી લઇને ૨૫ સુધી રાજ્‍યની તમામ ખાનગી-સરકારી શાળાઓમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવા માટે સુચનાઓ આપવામાં આવી છે.તમામ સરકારી તથા ખાનગી પ્રાથમિક/માધયમિક શાળાઓ પુરૂ વેકેશન બાળકોને આપે તેમને લઇને રાજ્‍યના તમામ જિલ્લાઓની શિક્ષણ અધિકારી કચેરી ખાતે પરિપત્ર તેમજ સમાચારના  માધ્‍યમોથી જાણ કરવામાં આવી છે જાહેર કરવામાં આવ્‍યું છે.

આ રજુઆતમાં જણાવેલ કે ઘણી શાળાઓ પોતાની મનમાની પણ કરતી હોય તેવી ફરિયાદો વાલીઓ દ્વારા પણ કરવામાં આવતી હોય છે,અગાઉના વર્ષે દિવાળી વેકેશનને લઇને ઘણી નામાંકિત ખાનગી શાળાઓ આ પરિપત્રને ઘોળીને પી ગયા હતા. પોતાની મનમાની કરી બોર્ડની પરિક્ષા નજીક આવી રહી છે, કોર્ષ બાકી છે તેવા બાનાવો કાઢીને એક અઠવાડિયા પુરતુ જ વિધાર્થીઓને વેકેશન આપ્‍યુ હતુ. તેવી ફરિયાદો ગયા વર્ષે ૨૦૨૫ ના દિવાળી વેકેશનમાં થઇ હતી.શિક્ષણ વિભાગનો પરિપત્રનો ફોસલાવી/સમજાવી કહેતા તમારા બાળકોના કોર્ષ બાકી છે,બોર્ડની પરિક્ષા નજીક આવી રહી છે તમારા બાળકોને સારા માર્ક નહી આવે તો સારી શાળા/કોલેજમાં પ્રવેશ નહિ મેળવી શકે તેવા મુદ્દાઓ સાથે સમજાવી દેતા હતા.

(11:59 AM IST)