<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત મચ્છીપીઠ વિસ્તારમાં ડીમોલીશન કામગીરી

દુકાનદારોને ત્રણ દિવસ અગાઉ નોટીસ આપી હતી જેથી કેટલાક વેપારીઓએ જાતે જ દબાણો દુર કર્યા હતા બાકી દબાણો તંત્રએ દુર કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા બન્યા બાદથી વન વિક વન રોડ અંતર્ગત દર સપ્તાહે ડીમોલીશન કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા હતા.

     વન વિક વન રોડ અંતર્ગત આજે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીના માર્ગદર્શન હેઠળ મહાપાલિકા ટીમે ડીમોલીશન કર્યું હતું મચ્છીપીઠ અને આસપાસના વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી કાચા પાકા મકાનો અને શેડના દબાણો દુર કરવામાં આવ્યા હતા દુકાનદારોને ત્રણ દિવસ અગાઉ નોટીસ આપી હતી જેથી કેટલાક વેપારીઓએ જાતે જ દબાણો દુર કર્યા હતા બાકી દબાણો તંત્રએ દુર કર્યા હતા રસ્તા પરના દબાણોને કારણે ટ્રાફિક સમસ્યા જોવા મળતી હતી જેને પગલે મહાપાલિકા ટીમે મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો દુર કર્યા હતા.

(1:03 AM IST)