<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સૌરાષ્‍ટ્રમાં ગાઢ ધુમ્‍મસની શકયતા

૨૫ અને ૨૬ ઓક્‍ટોબરે દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી સહિતના વિસ્‍તારોમાં ધુમ્‍મસની ચાદર પથરાઈ જશેઃ વેધરમેન ઉતમ માળી : રાજકોટ, જામનગર, મોરબી સહિત સૌરાષ્‍ટ્રના અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્‍મસની શકયતાઃ કચ્‍છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં પણ ધુમ્‍મસ જોવા મળશે

(જયેશ ભટાસણા દ્વારા)ટંકારાઃ તા.૨૪, હવામાનની સ્‍થિતિમાં ફેરફાર વચ્‍ચે આગામી ૨૫ અને ૨૬ ઓક્‍ટોબરના રોજ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં ગાઢ ધુમ્‍મસ જોવા મળે તેવી શકયતા વેધરમેન ઉતમ માળી દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

ખાસ કરીને સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારો સહિત અનેક જિલ્લાઓમાં વહેલી સવારે ધુમ્‍મસની ચાદર પથરાઈ શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સૌરાષ્‍ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસની શકયતા છે. આ વિસ્‍તારોમાં વહેલી સવારે ધુમ્‍મસના કારણે દૃશ્‍યતા ઘટી શકે છે.

બીજી તરફ કચ્‍છના મોટાભાગના વિસ્‍તારોમાં પણ ધુમ્‍મસ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના રાધનપુર, થરાદ અને વાવ સહિતના વિસ્‍તારોમાં પણ ધુમ્‍મસની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે.

(11:20 AM IST)