તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહેલા ૨૭૫ ઉમેદવારોની ડિપોઝીટ ગઇ!!!
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા લડી રહેલા કુલ ૫૫ ઉમેદવારોઃ તાલુકા પંચાયતના કુલ ૧૬૩ ઉમેદવારોઃ જિલ્લા પંચાયતના ૩૬ અને નગરપાલિકાના ૨૧ ઉમેદવારોને ડિપોઝિટ પરત નહીં મળે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩૦: સુરેન્દ્રનગર જિલ્લાની ૧૮૦ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ ૪૩૦ ઉમેદવારો દ્વારા ચૂંટણી અંગે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ચૂંટણી લડવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે ૧૩૬ જેટલા ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી આ ઉપરાંત સુરેન્દ્રનગરની ચાર નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ૨૮૧ જેટલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી અને ચૂંટણી લડવામાં આવી હતી અને મહાનગરપાલિકાની ચૂંટણી લડવા પણ ૧૩૬ જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે પરિણામો જાહેર થઈ ચૂકયા છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે તમામ સ્થળોએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં બોડી બનાવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની ડિપોઝીટ પણ ડુલ થઈ છે અને તંત્ર દ્વારા જમા લઈ લેવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડેલ હતા કુલ ૫૫ જેટલા ઉમેદવારો તેમાં તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા ૧૬૩ અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા ૩૬ અને મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહેલા ૨૧ જેટલા ઉમેદવારોની ડિપોઝીટ જમા લઈ લેવામાં આવી છે.
ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જે મતદાન થયું હોય તેના ૧૭% જેટલા મતો મળવા જોઈએ પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહેલા કુલ ૨૭૫ જેટલા ઉમેદવારોને ૧૭% જેટલા પણ મતો નથી મળ્યા જેને લઇને તેમની ડિપોઝિટ જમા લઈ લઈ અને ચૂંટણી પંચ દ્વારા તેમની ડિપોઝિટ ડુલ કરી નાખવામાં આવી છે અને આ અંગે જે લોકોને ૧૭્રુ થી વધુ મત મળ્યા છે તેવા ઉમેદવારોને ડિપોઝિટ પરત આપવા અંગેની કાર્યવાહી પણ ચૂંટણી દ્વારા શરૂ કરવામાં આવી છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
