તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
શહેરોમાં વસતા મેર સમાજને એક મંચ ઉપર લાવવાનો નિર્ધાર
ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા અમદાવાદમાં મંથન શિબિર યોજાઇઃ સ્કીલ બેઝ શિક્ષણ આરોગ્ય નેટવર્કીંગ વ્યવસાય તેમજ પરસ્પર સહયોગ સંગઠન મજબૂત બનાવવા અંગે ચર્ચાઃ રાજયના વિવિધ શહેરોમાંથી સમાજના આગેવાનો ઉમટી પડયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪: અમદાવાદ ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ‘મંથન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને સંગઠનાત્મક વિકાસને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ તથા વિવિધ શહેરોમાં વસતા મેર સમાજને એક મંચ ઉપર લાવવાનો નિર્ધાર સાથે યોજાયેલી આ મિટિંગમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી આગેવાનો, કાર્યકર્તાઓ, શિક્ષણપ્રેમીઓ તથા યુવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત મા લીરબાઈ આઈ તથા પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો, આગેવાનો તથા વડીલોનું પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમાજ એકતા, શિક્ષણ, નેટર્વકિંગ અને વિકાસના ભાવનો સ્પષ્ટ અહેસાસ થતો હતો.
અમદાવાદ-ગાંધીનગર સીટી કાઉન્સિલના પ્રમુખ શ્રી પરબતભાઈ ખિસ્તરીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સીટી કાઉન્સિલનો મુખ્ય હેતુ શહેરોમાં વસતા મેર સમાજને એક મંચ પર લાવી પરસ્પર સહયોગ, સંગઠન અને સમાજ વિકાસની ભાવનાને મજબૂત બનાવવાનો છે. તેમણે ઉપસ્થિત સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજની નવી પેઢીને જોડવા માટે આવાં મંથન કાર્યક્રમો ખૂબ જરૂરી છે.
સંસ્થાના મહામંત્રી બચુભાઈ આત્રોલીયાએ સંસ્થાની વિવિધ પ્રવળત્તિઓ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્ષોથી સંસ્થા શિક્ષણ ક્ષેત્રે અવિરત કામગીરી કરી રહી છે.
વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વ્યાજમુક્ત શૈક્ષણિક લોન, નિઃશુલ્ક નોટબુક વિતરણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન, વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા, સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ તથા ગ્રામ્ય કક્ષાએ શિક્ષણને પ્રોત્સાહન જેવી અનેકવિધ પ્રવળત્તિઓ સફળતાપૂર્વક ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ સાથે ખેડૂતો અને યુવાનોને પણ આત્મનિર્ભર બનાવવા માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે.
મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈએ પોતાના વક્તવ્યમાં પ્રાથમિક શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ ગુણવત્તાસભર અને જીવનઘડતર આધારિત હોવું જોઈએ. તેમણે ‘સ્કિલ બેઝડ એજ્યુકેશન'ની આવશ્યકતા સમજાવતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ટેક્રિકલ અને વ્યવસાયિક કુશળતા ધરાવતા યુવાનોને રોજગારી તથા સ્વરોજગારની વિશાળ તકો મળશે.
ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં આજે ખૂબ જ લાયકાત પ્રાપ્ત અને વિષય નિષ્ણાત શિક્ષકો સેવા આપી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ મજબૂત બને અને બાળકો પોતાના વતનમાં જ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે માટે સમાજે જાગળત બનવાની જરૂર છે.
પ્રમુખશ્રી કારાભાઈ કેશવાલાએ પોતાના સંબોધનમાં ખેતી અને કળષિ આધારિત વ્યવસાય અંગે વિશેષ ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું હતું કે મહેર સમાજનો મુખ્ય વ્યવસાય ખેતી છે ત્યારે ખેડૂતોએ માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત ન રહી પોતાની પેદાશોનું માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને પ્રોસેસિંગ તરફ આગળ વધવું જોઈએ. તેમણે ખેડૂતોને કળષિ આધારિત નાના ઉદ્યોગો અને રોજગારીના નવા માર્ગો અપનાવવા માટે પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં અરજનભાઈ ખિસ્તરીયાએ સંસ્થાની વિકાસયાત્રા અંગે જણાવાયું હતું કે વર્ષ ૨૦૦૦માં સ્થાપન પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાની રચના કરવામાં આવી હતી. શરૂઆતથી જ શિક્ષણ અને સમાજ વિકાસને કેન્દ્રસ્થાને રાખી અનેક નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૦થી પ્રમુખ સેવક વિમલજીભાઈ ઓડેદરાના નેતળત્વ હેઠળ સંસ્થાએ નવી દિશામાં વિસ્તરણ કર્યું છે. શિક્ષણ ઉપરાંત ખેડૂતો, વિલેજ કાઉન્સિલ, સીટી કાઉન્સિલ, ગ્લોબલ કાઉન્સિલ, મેટ્રિમોનિયલ, ખેલકૂદ અને યુવા વિકાસ જેવી અનેકવિધ પ્રવળત્તિઓને ગતિ આપવામાં આવી છે.
મુંબઈ સીટી કાઉન્સિલના પ્રતિનિધિ દાસભાઈ ભોગસરાએ જણાવ્યું હતું કે મુંબઈમાં વસતા મહેર સમાજને એકતાબદ્ધ રાખવા માટે નિયમિત તોહમિલન, બ્લડ ડોનેશન કેમ્પ, વિદ્યાર્થીઓના સન્માન સમારંભ તથા યુવાનોને માર્ગદર્શન જેવી પ્રવળત્તિઓ યોજવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે મહાનગરોમાં વસતા જ્ઞાતિજનો માટે સંગઠન ખૂબ આવશ્યક બની ગયું છે.
વડોદરા સીટી કાઉન્સિલના પ્રમુખ શ્રી જીવાભાઈ કુછડિયાએ જણાવ્યું હતું કે વડોદરા શહેર શિક્ષણનું મહત્વનું કેન્દ્ર હોવાથી વતનમાંથી આવતા વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પ્રવેશ, રહેવા તથા માર્ગદર્શન માટે સતત સહયોગ આપવામાં આવે છે.
રાજકોટ સીટી કાઉન્સિલના પ્રમુખ ડો. લીલાભાઈએ રાજકોટ ખાતે યોજાતી તોહમિલન, નવરાત્રી રાસોત્સવ, આરોગ્યલક્ષી કેમ્પો, વિદ્યાર્થીઓના સન્માન સમારંભ અને સરકારી કર્મચારીઓના અભિનંદન કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગને સાથે લઈ વિકાસની દિશામાં આગળ વધવા માટે સતત ઙ્કયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ-ગાંધીનગર સીટી કાઉન્સિલ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કળતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાનું જણાવાયું હતું. આગામી સમયમાં યુવાનો અને કાર્યકર્તાઓને વધુ સક્રિય રીતે જોડીને સમાજ પ્રવળત્તિઓને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રમુખ સેવક વિમલજીભાઈએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજનો યુગ નેટર્વકિંગ અને સંગઠનનો યુગ છે. દેશ-વિદેશમાં વસતા મહેર સમાજને એક મંચ પર લાવવા માટે સીટી કાઉન્સિલ અને ગ્લોબલ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. તેમણે સમાજ વિકાસ માટે હરીફાઈ નહીં પરંતુ પરસ્પર સહકાર અને સંકલન સાથે કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે શિક્ષણ, રોજગારી, વ્યવસાય, કળષિ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે સમાજે એકજૂટ થઈ આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.
મંથન મિટિંગના અંતે શિક્ષણ, આરોગ્ય, સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન, ગુણવત્તાસભર શિક્ષણ, નેટર્વકિંગ, યુવાનોનું જોડાણ, રોજગારી અને વ્યવસાય ક્ષેત્રે વધુ સક્રિય કામગીરી કરવા અંગે મહત્વપૂર્ણ નિષ્કર્ષો કરવામાં આવ્યા હતા.
આ મિટિંગમાં સંસ્થાના પ્રમુખ સેવક વિમલજીભાઈ ઓડેદરા, મહામંત્રી બચુભાઈ આત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર, ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરીયા તથા આમંત્રિત મહાનુભાવો તરીકે કિશોરભાઈ ગોઢાણીયા, નાગેશભાઈ ઓડેદરા, ડો. કેશુભાઈ આંત્રોલીયા સાથે સાથે મુંબઈ સીટી કાઉન્સિલમાંથી દાસભાઈ ભોગસરા વડોદરા સીટી કાઉન્સિલમાંથી જીવાભાઈ કુછડિયા, ઉર્મલભાઈ ઓડેદરા, ભનાભાઈ કેશવાલા રાજકોટ સીટી કાઉન્સિલ માંથી ડો. લીલાભાઈ કડછા અને અરજનભાઈ કેશવાલા અમદાવાદ ગાંધીનગર સીટી કાઉન્સિલ માંથી પરબતભાઈ ખિસ્તરીયા, ભાયાભાઈ સુત્રેજા, કરણ સુત્રેજા, ભીમભાઇ મોઢવાડીયા, અર્જુનભાઈ કડેગિયા અને અરભમભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
