તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
સગીરાના અપહરણના ગુન્હામાં ૩ર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી દેવભૂમી દ્વારકા એલસીબી
દેવભૂમી દ્વારકા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની આગેવાનીમાં કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય નાઓએ રાજકોટ વિભાગના ગંભીર ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા રહેલા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જેમાં આવા આરોપીઓને શોધી કાઢવા આપવામાં આવેલ ખાસ સુચના આધારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા દ્વારા એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એચ.જોષી નાઓને ઉક્ત બાબતથી વાકેફ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ જે આધારે ઇન્યા.પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એચ.જોષી નાઓ એલ.સી.બી. ટીમ સાથે વર્કઆઉટમાં હતા.
દરમ્યાન એ.એસ.આઇ. અરજણભાઇ મારૂ તથા દિનેશભાઇ માડમ નાઓએ દ્વારકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૯૧/૧૯૯૪ આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબના સગીરાના અપહરણના ગુનાના ઘણા લાંબા સમયથી નાસતા ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢવા સબબે અગાઉ કરેલ વર્કઆઉટના ફલસ્વરૂપ હ્યુમન તેમજ ટેકનીકલ સોર્સીસથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, આ આરોપી હાલ કેરલ રાજ્યના અલપુઝા(અલાપી) જિલ્લાના થુંડાયાથુ વિડુ ગામમાં હોવાની માહિતી મળેલ જે હકિકત આધારે એલ.સી.બી.ની ટીમ સાથે સાઇબર ક્રાઇમ પો.સ્ટે. પો.ઇન્સ. કે.એસ.ગળચર નાઓ કેરલ રાજ્ય ખાતે જઇ આ આરોપી વેણુ ડી. દામોધરણ (રહે. કેરલ)ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી ઇન્ચા. પોલીસ ઇન્સપેક્ટર એન.એચ. જોષી, સાઇબર ક્રાઇમ પો.સ્ટે. પો.ઇન્સ. કે.એસ.ગળચર, એલ.સી.બી.ના એએસઆઇ અરજણભાઇ મારૂ, દિનેશભાઇ માડમ, દિપકભાઇ રાવલીયા, એચસી મુકેશભાઇ કેશરીયા, વિશ્વદીપસિંહ જાડેજા, પીસી સચિનભાઇ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, પ્રકાશભાઇ ચાવડા નાઓ તથા દ્વારકા પો.સ્ટે.ના એચસી રાજાભાઈ વાલાભાઈ સાખરા જોડાયેલ હતા.(
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
