<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૩ થી પ ઇંચ વરસાદ પડશેઃ કનુભાઇ કણઝારીયાની આગાહી

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના જાણીતા હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયા દ્વારા વરસાદી હવામાન સંધર્ભમાં જણાવેલ કે જે વરસાદી સિસ્‍ટમ તૈયાર થઇ છે તે શનિવાર રવિવારે દ્વારકા જિલ્લામાં પ્રવેશ કરશે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના નથી પણ ૩ થી પ ઇંચ વ્‍યાપક વરસાદ સમગ્ર દ્વારકા જિલ્લામાં પડી શકે છે. આ વરસાદી સિસ્‍ટમ દ્વારકા જિલ્લામાં થઇ આગળ જવાની હોય બાકી રહેલું દ્વારકા પણ આ વરસાદમાં આવી જશે તથા ત્‍યાં પણ વાવડી લાયક વરસાદ પડશે.

હવામાન ખાતાની દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે પણ ત્રણેક દિવસમાં પ થી ૭ ઇંચ વરસાદ પડશે અતિ ભારે વરસાદ નહીં પડે તેવું છે.

(1:13 PM IST)