<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વિકસિત ભારત સંકલ્‍પઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈના વિઝનથી ભૂકંપની રાખમાંથી ઉભું થયેલું કચ્‍છ બન્‍યું ઔદ્યોગિક અને ઊર્જા હબ

રોજગારી માટે હીજરત કરનાર કચ્‍છ આજે ૩.૫ લાખથી વધુ કામદારોને આપે છે રોજગારઃ કચ્‍છ માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના વિકાસનું એક પ્રેરણાદાયી મોડેલ બની ઉભર્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ તા.૧૯, એક સમ્‌ય એવો હતો જ્‍યારે કચ્‍છનું નામ્‌ દુકાળ, સ્‍થળાંતર અને કુદરતી આફતો સાથે જોડાતું હતું. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપે સમ્‌ગ્ર કચ્‍છને હચમ્‌ચાવી દીધો હતો. પરંતુ કચ્‍છના લોકોની અદમ્‍ય જિજીવિષા, રાજ્‍ય સરકારના દુરંદેશી આયોજન અને વડાપ્રધાન મી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી વિઝનના પરિણામે આજે કચ્‍છ મ્‌ાત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમ્‌ગ્ર દેશના વિકાસનું એક -ેરણાદાયી મોડેલ બનીને ઉભર્યું છે.ભૂકંપથી વિકાસની ગતિ તરફ 

૨૦૦૧ના ભૂકંપ પહેલાં કચ્‍છમ્‌ાં ગણતરીના ઉદ્યોગો હતા. રોજગારી મ્‌ાટે યુવાનોને વતન છોડવું પડતું હતું. તત્‍કાલીન મ્‌ુખ્‍યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્‍દ્ર મ્‌ોદીએ કચ્‍છના પુનનિર્ર્મ્‌ાણને પ્રાથમિ્‌કતા આપી. રાજ્‍ય સરકારની આયોજનબદ્ધ નીતિઓથી કચ્‍છ આજે ગુજરાતના વિકાસનું મ્‌ોડેલ બની ગયું છે.

આ જ વિઝનની ફલશ્રુતિ છે ‘વાઇબે્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિ્‌ટ'. આ સમિટ રાજ્‍યના આર્થિક વિકાસનું મ્‌જબૂત માધ્‍યમ બનવાની સાથે કચ્‍છને નવી પાંખો આપનારું મ્‌ંચ બન્‍યું. ભૂકંપની માર ખમી ચૂકેલા કચ્‍છે ફિનિકસ પક્ષીની જેમ ઉડાન ભરી અને છેલ્લા બે દાયકામાં જેટ ગતિએ ઔદ્યોગિક વિકાસ સાધ્‍યો.

રોકાણ અને રોજગારીમ્‌ાં બહુગણી વળદ્ધિ ભૂકંપ પહેલાં કચ્‍છમાં માત્ર ૨,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ હતું. આજે તે વધીને ૧,૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે અને દર વર્ષે નવા રોકાણો આવી રહ્યા છે. આ વિકાસને પરિણામ્‌ે કચ્‍છ હવે ૩.૫ લાખથી વધુ કામ્‌દારોને સીધી રોજગારી આપી રહ્યું છે. કચ્‍છના વિકાસમાં બંદરો, મ્‌ાર્ગ વ્‍યવસ્‍થા, રેલવે, ઊર્જા અને ઔદ્યોગિક મ્‌ાળખાકીય સુવિધાઓએ પણ મ્‌હત્‍વની ભૂમિ્‌કા ભજવી છે. મુન્‍દ્રા અને કંડલા જેવા બંદરોના વિકાસથી કચ્‍છ આંતરરાષ્‍ટ્રીય વેપાર અને લોજિસ્‍ટિક્‍સ ક્ષેત્રે દેશનું મ્‌હત્‍વપૂર્ણ કેન્‍દ્ર બન્‍યું છે. સાથે જ સિમેમટ, સ્‍ટીલ, મિ્‌નરલ્‍સ, સિરામિક્‍સ, ઊર્જા અને મેન્‍યુફેક્‍ચરિંગ ક્ષેત્રે થયેલા રોકાણોએ જિલ્લાની અર્થવ્‍યવસ્‍થાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે. આજે દેશ-વિદેશના પ્રવાસીઓ અને રોજગારવાંચ્‍છુ યુવાનો કચ્‍છ તરફ આકર્ષાઈ રહ્યા છે.

પ્રવાસન ક્ષેત્રે પણ કચ્‍છે વિશ્વભરમ્‌ાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રણોત્‍સવ, સફેદ રણ, કચ્‍છી સંસ્‍કળતિ, હસ્‍તકલા અને ઐતિહાસિક ધરોહર દેશ-વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષે છે. જેના કારણે સ્‍થાનિક લોકો મ્‌ાટે આવક અને રોજગારીના નવા માર્ગો ખુલ્‍યા છે.

ભવિષ્‍યનું ઊર્જા હબ આજે કચ્‍છ નવી અને હરિત ઊર્જાના ક્ષેત્રે પણ દેશનું નેતળત્‍વ કરવા તૈયાર છે. વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્‍યુએબલ એનર્જી પાર્ક, ગ્રીન હાઇડ્રોજન અને બ્‍લુ ઇકોનોમ્‌ી જેવા ભવિષ્‍યલક્ષી ક્ષેત્રોમ્‌ાં કચ્‍છ વૈશ્વિક હબ બનવાની અપાર સંભાવનાઓ ધરાવે છે. ભારતને ઊર્જા આત્‍મનર્ભર બનાવવા માટે વડાપધાનશ્રીએ જે સ્‍વપ્‍ન જોયું છે, તેને સાકાર કરવામ્‌ાં કચ્‍છ મ્‌હત્‍વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. આવનારા વષોમાં કચ્‍છ દેશના સૌથી મ્‌ોટા સ્‍વચ્‍છ ઊર્જા ઉત્‍પાદન કેન્‍દ્ર તરીકે ઓળખાશે.

વડાપ્રધાન મ્‌ોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭'ના વિઝનમ્‌ાં કચ્‍છ ખભેથી ખભા મિ્‌લાવીને વિકાસના પાટા પર દોડી રહ્યું છે. આગામી વર્ષોાં કચ્‍છ દેશની વીજ જરૂરિયાત પૂરી કરવામાં મહત્‍વની ભૂમિ્‌કા ભજવશે.વિનાશની વેદનામ્‌ાંથી વિકાસની વૈભવી સફર સુધી પહોંચેલું કચ્‍છ આજે સમ્‌ગ્ર વિશ્વ મ્‌ાટે એક પ્રેરણાદાયી ગાથા છે. કચ્‍છના લોકોની મહેનત, સાહસ અને સંકલ્‍પશક્‍તિ સાથે સરકારના દુરંદેશી આયોજનના સમમવયથી આ જિલ્લો આજે વિકાસ, સમ્‌દ્ધિ અને આત્‍મનિર્ભરતાનું જીવંત પ્રતિક બની ગયો છે. કચ્‍છની આ વિકાસયાત્રા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું શાશ્વતસ્ત્રોત બની રહેશે.

નવી ઓળખ ભૂકંપની થપાટ ખાઈને પડી ગયેલું કચ્‍છ આજે પોતાના ખમીર, મહેનત અને સાહસથી દુનિયાભર માટે ઉદાહરણ બની ગયું છે. એક સમ્‌યે પલાયન માટે મ્‌જબૂર બનતું કચ્‍છ આજે રોજગાર અને રોકાણનું કેન્‍દ્ર બન્‍યું છે. કચ્‍છની આ સફળતા સાબિત કરે છે કે યોગ્‍ય નેતળત્‍વ, સ્‍પષ્ટ વિઝન અને સત પ્રયાસોથી કોઈ પણ પ્રદેશ વિકાસની નવી વ્‍યાખ્‍યા રચી શકે છે.

(11:26 AM IST)