તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ભા.જ.પ સરકાર દ્વારા અમરેલીમાં જે વિકાસનાં કામો મંજુર થયેલ છે એ જ કામો કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં બતાવેલ છેઃ સોજીત્રા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૭: નગરપાલીકાની આવનારી ચુંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા અમરેલી શહેરનાં વિકાસ કામોનો ઢંઢેરો બતાવવામાં આવ્યો છે જે જોઈને અમરેલીની જનતા આશ્ચર્યચકિત થઈ ગયાં છે કે જે કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમરેલી શહેરમાં મંજુર થઈ ગયેલ છે અને તે કામોનાં ખાતમહુર્ત પણ થઈ ગયેલાં છે. જેમાં મંજુર થયેલ કામો નીચે મુજબ છે.
(૧)કામનાથ ડેમ થી ગાયત્રી મંદિર સુધી નદીની બન્ને સાઈડ રૂા. ૧૧૦ કરોડનાં ખર્ચ રિવરફ્રન્ટ મંજુર થયેલ છે.
(૨)અમરેલી શહેરમાં સરકાર દ્વારા રૂા. ૧૯ કરોડનાં ખર્ચ આધુનીક ઈ-લાઈબ્રેરીનું કામ હાલ ટેકનીકલ સ્કુલમાં શરૂ છે.
(૩)અમરેલી શહેરમાં હાલ વોર્ડ નં.૪ અને ૧૧ માં દરરોજ પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે અને બાકીનાં તમામ વોર્ડમાં એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. જે હવે પછી તમામ વોર્ડમાં નીયમીત પાણી આપવામાં આવશે.
(૪)અમરેલી શહેરમાં કુલ ૧૪ નગર ઙ્કાથમિક શાળાઓ છે જે પૈકી ૧૦ નગર ઙ્કાથમિક શાળાઓનું નવું બાંધકામ થઈ ગયેલ છે અને બાકી રહેતી શાળાઓનું કામ ટુંક સમયમાં શરૂ થવાનું છે.
આમ; ઉપરોકત જણાવેલ તમામ કામો ભા.જ.૫ સરકાર દ્વારા મંજુર થયેલ હોય અને તે કામો પણ શરૂ હોય તેવા કામોનું કોંગ્રેસ પક્ષ દ્વારા ચુંટણી ઢંઢેરામાં બતાવી અને અમરેલી જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે પરંતુ, અમરેલી જનતા ખૂબ હોશિયાર હોય અને જનતા જાણે પણ છે કે ફકત ૩ વર્ષનાં ટુંકા સમયમાં અમરેલીનાં ધારાસભ્ય અને રાજયનાં ઉર્જામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાનાં ઙ્કયત્નોથી અમરેલી વિધાનસભામાં કુલ રૂા.૧૦૦૦ કરોડનાં વિકાસનાં કામો મંજુર થયેલ છે. જે પૈકી અમુક કામો પૂર્ણ થઈ ચુકયા છે અને બાકીનાં કામો ઙ્કગતીમાં છે. તેમ પી.પી.સોજીત્રાની યાદિમાં જણાવેલ છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
