તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
જસદણના આટકોટ અને સાણથલી વિસ્તારમાં વિકાસ કાર્યોની વણઝાર
રૂ.૬૧ કરોડથી વધુના ખર્ચે રોડ-રસ્તા અને પુલના કામો પૂર્ણતા તથા પ્રગતિના પંથેઃ કુંવરજીભાઈ બાવળીયાની રજૂઆતોને મળી સફળતા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૨૮: જસદણ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સતત પ્રયત્નો અને મજબૂત રજૂઆતોના પરિણામે સાણથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓનો કાયાકલ્પ થઈ રહ્યો છે અને જસદણ-વિછીયા પંથકમાં વિકાસ કામોની વણજાર ચાલી છે.
કુંવરજીભાઈ બાવળીયાના વિશેષ પ્રયાસોથી આટકોટ અને સાણથલી વિસ્તારમાં આશરે ૬૧૩૦ લાખના ખર્ચે કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન સુવિધા મજબૂત બનાવવામાં આવી રહી છે જેમા કિસાનપથ,મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) અને સુવિધાપથ જેવી વિવિધ યોજનાઓ હેઠળ રોડ રીસર્ફેસિગ, વાઈડનીંગ (પહોળા કરવા) તેમજ નદીઓ પર મોટા બ્રીજના નિર્માણ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપીને તાલુકાને ગતિશીલ બનાવ્યા છે.
તમામ કામો પૂર્ણ થવાથી સાણથલી અને તેની આસપાસના ડઝનથી વધુ ગામો વચ્ચેનું અંતર ઘટશે,વાહન ચલાવવાનો સમય અને ઇંધણ બચશે અને સ્થાનિક ગ્રામિણ અર્થતંત્રને નવી ગતિ મળશે.
વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનોએ આ ભગીરથ વિકાસ કાર્યો બદલ કુંવરજીભાઈ બાવળિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
