તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 5th November 2026
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ દ્વારા ૪૦૦ કરોડથી વધુનો વિકાસ કાર્યોનો પ્રોજેકટ મુકયો
આ પ્રોજેકટ પાસ થાય તો વેરાવળ પાટણ વિકાસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: વેરાવળઞપાટણ સંયુક્ત નગરપાલિકા ખાતે શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ તથા વિવિધ મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ્સ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી.આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વેરાવળ શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યો, પ્રસ્તાવિત વિકાસ પ્રોજેક્ટ્સ, આધુનિક માળખાકીય સુવિધાઓ તેમજ આગામી સમયમાં શહેરના વિકાસ માટેના મહત્વપૂર્ણ આયોજન અંગે ઉપસ્થિત પત્રકાર મિત્રોને વિસ્તળત માહિતી આપવામાં આવી.
વેરાવળને વધુ સ્વચ્છ, સુંદર, સુવિધાસભર અને આધુનિક શહેર બનાવવાના સંકલ્પ સાથે વિકાસની નવી દિશામાં આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએ તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રહી શહેરના વિકાસલક્ષી કાર્યોને જનજન સુધી પહોંચાડવામાં સહયોગ આપનાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તથા ડિજિટલ મીડિયાના પત્રકારોનો આભાર માન્યો હતો.
નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ૩ મહિનાની મહેનત બાદ સરકાર સમક્ષ એક મહત્વનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે.જેમાં શહેરમાં આવેલ સાર્વજનિક પ્લોટને આંગણવાડીમાં તબદીલ કરવા, વેરાવળમાં ફિશરીઝ સેક્ટર સૌથી મોટું હોવાથી પૂરતું વેક્સીનેશન થાય અને બંદર વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવે, વેરાવળથી સોમનાથ સુધી પેડેસ્ટ્રિયલ પ્લાઝા બનાવવામાં આવે ઓલિમ્પિક કક્ષા સુધી લઈ જવા માટે આંતર રાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સનો વિકાસ કરવા સહિતની દરખાસ્તો મૂકવામાં આવી છે. આ ઉપરાંત વેરાવળમાં ૧૨૦ થી વધુ ફિશ પ્રોસેસિંગ યુનિટ અને મોટું ફિશ લેન્ડિંગ પોઇન્ટ છે તેનો પણ વિકાસ બ્લૂ ઇકોનોમી હેઠળ કરવા સહિતના પ્રસ્તાવો સાથેનો એક મહત્વનો પ્રોજેક્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જે પ્રોજેકટ અંગે સરકાર દ્વારા પણ સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો . ૧૮ મહિનામાં વેરાવળની સ્થિતિ બદલી શકે તેવો આશાવાદ પાલિકા પ્રમુખ દ્વારા વ્યક્ત કરાયો છે. વધુમાં વેરાવળ ધૂળિયા શહેર તરીકેની છાપ પણ દૂર થાય તેવા પ્રયત્નો કરાશે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
