News of Saturday, 16th May 2026
પોરબંદર પાસે હાથલા શનિદેવ મંદીરે ભકતોનું ઘોડાપુર : દર્શન માટે લાઇનો
શનિ જયંતીએ શનિવાર અને અમાવસ્યાનો અદભુત સમન્વય : વહેલી સવારથી દર્શન માટે શનિદેવ ભકતોનો અવિરત પ્રવાહ : હાથલા શનિદેવના પૌરાણીક જન્મસ્થળ તરીકે દેશભરમાં જાણીતું

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્યાણા, તા., ૧૬: આજે શનિ જયંતીએ શનિવાર અને અમાવસ્યાનો અદભુત સમન્વય છે. શનિદેવના પૌરાણીક જન્મસ્થળ હાથલા શનિદેવ મંદીરે આજે શનિદેવ જયંતીએ ભકતોનું ઘોડાપુર ઉમટી પડયું છે.
શનિદેવના દર્શન માટે વહેલી સવારથી ભકતો દર્શનની લાઇનમાં ઉભા રહી ગયા છે. દિવસ દરમિયાન આ દર્શનની લાઇન વધતી જાય છે.
વેૈશાખ વદ અમાસના દિવસે શનેશ્વરી અમાસ અને શનિ જયંતીનો અલભ્ય સંયોગ થયેલ છે. શનેશ્વરી અમાસ એટલે શનિદેવને રીઝવવા માટે ખાસ મનાય છે. સાથોસાથ શનિ જયંતીનો પણ સંયોગ સાંપડતા આજે જેને પનોતી ચાલતી હોય તેના માટે શનિદેવની પુજા-અર્ચના કરવા ખાસ યોગ ઉભો થયેલ છે.
ભારતમાં શનિદેવના બે મંદીર ખાસ મનાય છે. એક શીંગળા શનિદેવ અને બીજુ દેવભુમી દ્વારકા જીલ્લામાં આવેલ હાથલા ખાતેનું શનિદેવ મંદીર આ મંદીર ખુબ પ્રાચીન હોવાનું જણાય છે. આ મંદીર પુરાતત્વ ખાતાની અંડરમાં આવેલ છે.
આજે શનિ જયંતી અનુસંધાને ગઇરાત્રીથી જ આ મંદીરે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડેલ છે અને રાત્રે ૧ર કલાકેથી તેમજ આજે વહેલી સવારથી દર્શન માટે લાઇનો લગાવી દીધેલ છે. અંદાજે પોણો કિલોમીટરની શ્રધ્ધાળુઓની લાઇન લાગેલ હોવાનું જણાઇ રહેલ છે.
અહીં શનિદવ મંદીરમાં શનિદેવ સાથોસાથ કાલભૈરવ, પનોતી અઢી વર્ષ, પનોતી સાડા સાત વર્ષ, સિંદુર ચઢાવેલ અલગ-અલગ મુર્તિઓ આવેલ છે.
આખા દેશમાંથી તેમજ વિદેશમાંથી પણ અહી પનોતી ઉતારવા માટે દર્શન કરવા આવે છે. મોટા મોટા નેતાઓ પણ અહી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
શાષાોકત દ્રષ્ટીએ શનિદેવના દશ નામો છે. દસ વાહનો છે અને દશ પત્નીઓ છે. શનિદેવના વાહનમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપર શનિદેવની સવારી પાડા ઉપર છે.
શનિદેવ ન્યાય કરવામાં કોઇની પણ શેહ-શરમ લાગવગ રાખતા નથી એટલે આ દેવની બધાને બીક લાગે છે. શનિદેવ યમરાજાના સગાભાઇ થાય છે. શનિદેવ બાળપણથી જ ભગવાન શિવની આરાધના કરેલ હતી. તેમની ભકિતથી પ્રસન્ન થઇ ભગવાન શિવે તેને વરદાન માંગવા કહેતા શનિદેવે વિનંતી કરતા કહેલ કે પ્રભુ મારા માતાને હંમેશા પિતાના અપમાનનો સામનો કરવો પડયો છે. મને એટલુ સ્થાન આપો કે જે પિતા સુર્ય કરતા પણ વધુ શકિતશાળી હોય, ભગવાન શિવે પ્રસન્ન થઇ શનિદેવને નવ ગ્રહોમાં સૌથી વધુ મહત્વનું સ્થાન આપ્યું અને તેમને ન્યાયધીશ તરીકે નીમ્યા અને ભગવાને કહયું કે તું માત્ર મનુષ્યો જ નહી પણ દેવો, અશુરો, ગંધર્વો અને પશુ પક્ષીઓના કર્મોના આધારે દંડ આપીશ. આમ શનિદેવ ક્રુર નહી પણ ન્યાયપ્રિય ગ્રહ બન્યા.
શનિદેવના જીવન અને તેમના પ્રભાવ વિશે અનેક પૌરાણીક કથાઓ પ્રચલીત છે. શનિદેવ અને ભગવાન શિવજી સાથે જોડાયેલ એક કથા પણ પ્રચલીત છે જેમાં ભગવાન શિવજીએ જ શનિદેવને ન્યાયધીશનું પદ આપેલ છે જયારે શનિદેવે દરેક દેવતાઓ ઉપર પોતાની દ્રષ્ટી નાખવાનું શરૂ કર્યુ. ત્યારે એક વાર શનિદેવ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને કહયું કે ભગવાન આવતીકાલે હું તમારી રાશીમાં પ્રવેશ કરવાનો છું. તેથી મહાદેવ તમારે મારા વક્ર દ્રષ્ટીનો સામનો કરવો પડશે.
મહાદેવે હસીને પુછયું તારી દ્રષ્ટી મારા પર કેટલો સમય રહેશે? શનિદેવે કહયું કે સવા પ્રહર સુધી. શનિની દ્રષ્ટીથી બચવા ભગવાન શિવે પૃથ્વી પર આવીને એક હાથીનું સ્વરૂપ ધારણ કર્યુ અને આખો દિવસ જંગલમાં વિતાવ્યો. જયારે સમય પુરો થયો ત્યારે ીશવ ફરી પોતાના સ્વરૂપમાં (અસલી) આવ્યા અને ગર્વથી શનિદેવને કહયું કે આજે હુ તારી દ્રષ્ટિથી બચી ગયો. ત્યારે શનિદેવે નમ્રતાથી કહેલ કે ક્ષમા કરજો પ્રભુ પણ મારી દ્રષ્ટિને કારણે જ ત્રિલોકના નાથ એવા દેવોના દેવ મહાદેવને પણ એક આખો દિવસ એક પશુ હાથી બનીને જંગલમાં ભટકવુ પડયું. આજે મારી દ્રષ્ટીનો પ્રભાવ છે. ભગવાન શિવે શનિદેવની ન્યાય પ્રત્યેની નિષ્ઠા જોઇ પ્રસન્ન થઇ ગયા.
જેને શનિદેવની નાની-મોટી પનોતી ચાલતી હોય તેને શનિદેવને રીઝવવા માટે સત્યનું પાલન કરવું જોઇએ. ઉપરાંત શનિવારે અને થઇ શકે તો કાયમી હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઇએ.
વૃધ્ધો-અપંગો-અસહાય લોકો-મજુરોનું સન્માન કરવુ જોઇએ. તેમજ આ બધાને મદદ કરવી જોઇએ. તેમાં પણ ખાસ પોતાના માતા-પિતાને ખાસ સન્માન સાથે દરરોજ પગે લાગી તેઓની સેવા કરવી જોઇએ.
પક્ષીઓને ચણ નાખવી, ગાયને ઘાસ આપવુ અને કાળા કુતરાને રોટલી સાથે દુધ પીવડાવવુ, અપંગોને દાન આપવું, કીડીયારૂ પુરવુ વિગેરે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
શનિશ્વરા અમાસે શનિદેવનું પુજન કરવુ. સરસવનું તેલ અર્પણ કરવુ, કાળા તલ, અડદની દાળ, લોખંડની વસ્તુ, કાળા વષાો, શનિદેવને ચડાવવા સાંજના સંધ્યા સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો અને શનિ ચાલીસાના પાઠ કરવા, પુજા દરમયાન ઓમ શં શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવા જોઇએ.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
