<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

રાજ્યસભા સાંસદ બન્યા બાદ ધનરાજ નથવાણી પ્રથમ વખત દ્વારકા પહોંચ્યા : દ્વારકાધીશજીના લીધા આશીર્વાદ : જુઓ વિડિયો

DYSP, મંદિર વહીવટદાર અને દેવસ્થાન સમિતિ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત : દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવીને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૬ : સાંસદ તરીકે નિયુક્ત થયા બાદ ઉદ્યોગપતિ ધનરાજ નથવાણી પ્રથમ વખત યાત્રાધામ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા હતા.

દ્વારકા પહોંચીને સાંસદ ધનરાજ નથવાણીએ જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ તકે દ્વારકા DYSP, દ્વારકાધીશ મંદિરના વહીવટદાર યશપાલ ગઢવી, દેવસ્થાન સમિતિના સભ્ય રમેશ હેરમા સહિતના અગ્રણીઓ, પત્રકારો અને કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કર્યું હતું.

(4:05 PM IST)