<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

લક્ષ્મીજીના પૂજન સાથે ધનતેરસની ઉજવણીઃ સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં દિવાળીની રોનક

બજારમાં ખરીદીનો માહોલ જામ્‍યોઃ ધાર્મિક જગ્‍યાઓમાં વિશેષ પુજન, અર્ચનઃ ફરવાલાયક સ્‍થળોએ જામી ભીડ

આટકોટમાં રંગોળી તથા ઘરે-ઘરે દિવડા પ્રગટેલા જોવા મળે છે. (તસ્‍વીરઃ કરશન બામટા- આટકોટ)

રાજકોટ તા.૬: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહાપર્વ દિવાળીની રોનક જામી છે. આજે શ્રી લક્ષ્મીજીના પૂજન સાથે ધનતેરસની ઉજવણી થઇ રહી છે. બજારમાં ખરીદીનો માહોલ જામ્‍યો છે.

ધાર્મિક જગ્‍યાઓમાં વિશેષ પૂજન, અર્ચન થઇ રહયા છે. જયારે ફરવાલાયક સ્‍થળોએ લોકોની ભીડ જામી છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ આજે ધનતેરસના પાવન પર્વે વહેલી સવારથી જ લોકોમાં દિવાળીના તહેવારનો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. ઘરેઘરે વહેલી સવારે દીવા પ્રગટાવી શુભ જ્‍યોત કરવામાં આવી હતી. મહિલાઓ અને યુવતીઓ દ્વારા ઘરના આંગણે વિવિધ રંગોની સુંદર અને આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી.

ઘરના દરવાજા, આંગણા અને ફળિયામાં દીવાઓની રોશની કરવામાં આવતાં સમગ્ર વાતાવરણ દિવાળીના રંગે રંગાયું હતું. દીવાઓની ઝગમગાટ અને રંગબેરંગી રંગોળીઓથી ઘરો સુંદર રીતે શોભી ઊઠ્‍યાં હતાં.ધનતેરસના પવિત્ર દિવસે લોકોમાં સુખ, શાંતિ, સમળદ્ધિ અને પરિવારની ખુશહાલી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દિવાળીના આગમન સાથે જ સમગ્ર પંથકમાં ઉત્‍સવનો માહોલ છવાયો હતો. ગુજરાતની સંસ્‍કળતિ અને પરંપરાને ઉજાગર કરતા આ પર્વે લોકોમાં ભારે આનંદ અને ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

(10:54 AM IST)