તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
સાડી હોન્ડામાં ફસાતાં પતિના બાઇક પાછળથી પટકાતાં ધારાબેનનું મોતઃ પતિ, બે પુત્રનો બચાવ
થાનગઢથી ટંકારાના હડમતીયા ખાતે પાલણપીરના મેળામાં જતાં હતાં : હડમતીયા નજીક સાંજે બનાવઃ પરિણીતાએ રાજકોટમા દમ તોડયોઃ વાઘેલા પરિવારમાં માતમ

રાજકોટ તા. ૬: ટંકારાના હડમતીયા નજીક પતિના બાઇક પાછળ બેઠેલા મહિલાની સાડી બાઇકના વ્હીલમાં ફસાઇ જતાં પોતે બાઇક પાછળથી પટકાઇ જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. તેના ખોળામાં દોઢ વર્ષનો દિકરો પણ હતો. તેનો અને પતિ તથા અન્ય દિકરાનો પણ બચાવ થયો હતો. દંપતિ, બે પુત્રોને લઇને હડમતીયા ગામે યોજાયેલા પાલણપીરના મેળામાં જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ થાનગઢમાં રહતાં મહેશભાઇ ધનાભાઇ વાઘેલા (ઉ.વ.૩૨) નામના યુવાન ગત સાંજે પોતાના બાઇકમાં પત્નિ ધારાબેન (ઉ.વ.૩૦) તથા બે પુત્રો નિરજ (ઉ.વ.૭), રિયાંશ (ઉ.વ.૧ાા)ને લઇને ટંકારાના હડમતાળા ગામે યોજાયેલા પાલણપીરના મેળામાં જવા નીકળ્યા હતાં. તેઓ હડમીતયા નજીક પહોંચ્યા ત્યારે પાછળ બેઠેલા ધારાબેનની સાડી હોન્ડાના વ્હીલીમાં ફસાઇ જતાં તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું. તેમના ખોળામાં દોઢ વર્ષનો દિકરો રિયાંશ પણ હતો.
માતા-પુત્ર બંને રોડ પર ફેંકાઇ જતાં ગયા હતાં. હોન્ડા પણ સ્લીપ થઇ ગયું હતું. ધારાબેનને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે બે પુત્ર, પતિનો ચમત્કારીક બચાવ થયો હતો. ધારાબેનને માથા શરીરે ઇજા પહોંતી હોઇ વાંકાનેર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ સવારે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.ે
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થાનગઢ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ધારાબેનને સંતાનમાં બે દિકરા છે. પતિ કડીયા કામ સહિતની છુટક મજૂરી કરે છે. બે દિકરા મા વિહોણા થઇ જતાં અને પરિવારનો માળો વિખેરાઇ જતાં વાઘેલા પરિવારમાં કલ્પાંત સર્જાર્યો છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
