<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મોરબીના વાવડીના ધીરેન ચાવડા પર રાજકોટમાં સહકાર રોડ પર મોડી રાતે હીચકારો હુમલો

અગાઉના પૈસાની લેતીદેતીના મનદુઃખમાં જીગર, ભુરાએ છરી-ધોકાથી ફટકાર્યોઃ રાજકોટ મિત્રના ઘર પાસે હતો ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૩: મોરબીના વાવડી ગામના વતની યુવાનને રાતે એકાદ વાગ્‍યે રાજકોટમાં સહકાર મેઇન રોડ પર હતો ત્‍યારે અગાઉના પૈસાની લેતીદેતીના મામલે અને પોલીસને બાતમી દીધાની શંકા કરી માથાકુટ કરી બે શખસોએ છરી-ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે દાખલ થયો છે. આ યુવાન તેની પત્‍નિને લઇ મિત્રના ઘરે આવ્‍યો હતો અને બધા જમવા ગયા હતાં. બાદમાં પોતે મિત્ર અને તેના પત્‍નિને કારમાં તેમના ઘરે મુકવા ગયો ત્‍યારે આ માથાુકટ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના વાવડી ગામે રહેતો ધીરેન દિનેશભાઇ ચાવડા (ઉ.વ.૨૬) રાતે એક વાગ્‍યે રાજકોટમાં સહકાર મેઇન રોડ પર મિત્ર ડેનીશ મિષાીના ઘર પાસે હતો ત્‍યારે આ વિસ્‍તારના જ જીગર જીલુભાઇ ગોગરા અને તેની સાથેના ભુરો બોરીચાએ આવી છરી-ધોકાથી હુમલો કરી હાથ, પગ, શરીરે ઇજાઓ પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

ધીરેન બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને પરિણીત છે. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. ધીરેને જણાવ્‍યું હતું કે અગાઉ હું અને જીગર સાથે ધંધો કરતાં હોઇ મારે તેની પાસેથી એંસી હજાર લેવાના હોઇ આ બાબતે મનદુઃખ હતું. હાલમાં જીગર તેની રીતે ધંધો કરે છે. હું પોલીસને બાતમી આપતો હોવાની તેને શંકા હોઇ માથાકુટ થઇ હતી. ગઇકાલે હું, મારા પત્‍નિ, મિત્ર ડેનીશ અને તેના પત્‍નિ એમ ચારેય જમવા ગયા હતા. રાતે મારી કારમાં મિત્રને તેના ઘર પાસે ઉતારવા ગયો ત્‍યારે અચાનક જીગર,  ભુરાએ આવી હુમલો કર્યો હતો. પોલીસે ખરેખર શું બન્‍યું? તે જાણવા તપાસ હાથ ધરી છે. 

(12:06 PM IST)