તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
બાલસરના જીવાભાઇ ઓડેદરાનું સોખડા પાસે હોટેલે ચા પીવા ઉભા ને હૃદય બેસી ગયું

રાજકોટ તા. ૮: લોધીકાના બાલસર ગામે ધીરૂભાઇ કુગશીયાની વાડીમાં રહતાં જીવાભાઇ નાધાભાઇ ઓડેદરા (ઉ.વ.૬૧) સોખડા ચોકડી નજીક હોટલ પાસે બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. વૈભવભાઇ મકવાણા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. જીવાભાઇ પોતાના કાકાના દિકરા સાથે બાઇક પર બેસી ચોટીલા જતી વખતે ચા પાણી પીવા ઉભા ત્યારે એટેક આવી ગયાનું ખુલ્યું હતું. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. કુવાડવા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. વૈભવભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
