News of Thursday, 18th June 2026
ધોરાજીઃ રામોદના શૈલેષભાઈ ગજેરાનું અવસાન ચક્ષુદાન
માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા ૪૪૧મુ ચક્ષુદાન કરાયું

ધોરાજીઃ ગોંડલની નજીક આવેલ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના શૈલેષભાઈ દેવરાજભાઈ ગજેરાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ શૈલેષભાઈના ચક્ષુદાન કરવા માટે ગોંડલ ની સરકારી હોસ્પિટલ ખાતે સેવાભાવી જયભાઇ માધડ ને જાણ કરાતા ધોરાજી ની સરકારી હોસ્પિટલ નાં અધીક્ષક ડો જયેશ વેસેટીયન અને ડો,ધુવ દલસાણીયા અને મેડિકલ ટીમના દિપકભાઈ પારધી, દિનેશભાઇ ચુડાસમા અને રસીકભાઇ માવાણી સહીતના ઓ એ પોતાની સેવાઓ બજાવી હતી આતકે દેવરાજભાઈ ગજેરા, કમલેશભાઈ ગજેરા, કેશવભાઈ ગજેરા, અતુલભાઈ ગજેરા, વિપુલભાઈ ગજેરા, જગદીશભાઈ ગજેરા, યોગેશભાઈ ગજેરા, કલ્પેશભાઈ ગજેરા સહિત ના હાજર રહ્યા હતા આતકે ધોરાજી માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી એ રામોદ ના ગજેરા પરીવાર ની સેવાઓ ને બિરદાવી સ્વ શૈલેષભાઈ નેં શ્રધ્ધા સુમન અપેણ કરેલ હતાં ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન અને સ્ક્રીન ડોનેશન, માટે 24x7 ૯૮૯૮૭ ૦૧૭૭૪ વોટ્સએપ ૯૮૯૮૭ ૧૫૭૭૫ અને સરકારી હોસ્પિટલ ધોરાજી ૦૨૮૨૪-૨૨૦૧૩૯ પર સંપર્ક કરવો ધોરાજી માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા ૪૪૧મુ ચક્ષુદાન કરાયું.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
