<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ધોરાજીમાં સાંબેલાધારે છ ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા

નગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા : સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ ચોક ત્રણ દરવાજા જુનાગઢ રોડ પીરખાના કુવા ચોક હોકળા કાંઠા વિસ્તાર નદી બજાર માધવ ગૌશાળા શાકમાર્કેટ ચોક વગેરે વિસ્તારોમાં પાણી ભરાણા :ત્રણ દિવસમાં 10 ઇંચ વરસાદ નોંધાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજીમાં સતત ત્રીજા દિવસે મેઘ સવારી ચાલુ રહેતા ધોરાજીમાં જાણે જળ બમ્બા કાર હોય એ પ્રકારે એક જ દિવસમાં છ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો
ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેતા આજે સવારે વરસાદ ચાલુ થતા બપોર સુધીમાં બે ઇંચ જેઓ  વરસાદ વરસી ગયો હતો બાદ બપોરે એક કલાકમાં ભારે વરસાદ આવતા ચાર ઇંચ જેવો વરસાદ સાંજના છ વાગ્યા સુધીમાં પડી ગયો છે એટલે સવારથી સાંજ સુધીમાં છ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ભારે વરસાદ ને કારણે ધોરાજીના સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ ચોક ત્રણ દરવાજા જુનાગઢ રોડ પીરખાના કુવા ચોક હોકળા કાંઠા વિસ્તાર નદી બજાર માધવ ગૌશાળા શાકમાર્કેટ ચોક વગેરે વિસ્તારોમાં પાણી ભરાણા હતા
ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓને પણ સ્કૂલ છૂટી ત્યારે મુશ્કેલી ભોગવી પડી હતી
લોકોના જણાવ્યા મુજબ નગરપાલિકાની પ્રી મોનસુન કામગીરી પણ નિષ્ફળ નેવડી હોય તેવું જોવા મળી રહ્યું હતું ઠેર ઠેર ખાડાઓ પ્રથમ વરસાદમાં જ પડી ગયા હતા
હાલમાં સિઝનનો કુલ વરસાદ ત્રણ દિવસમાં 10 ઇંચ જેવો નોંધાઈ ગયો છે
આ બાબતે ખેડૂતોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે અને અષાઢી બીજ પહેલા જ વાવેતરના મુરત અને લાપસીના આંધળ મુકાઈ ગયા છે( તસવીર અહેવાલ કિશોરભાઈ રાઠોડ)

(7:24 PM IST)