<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ધોરાજીનો ભાદર-2 ડેમ સિઝનમાં બીજી વાર છલકાયો: 1 દરવાજો અડધો ફૂટ ખોલાયો

પાણી છોડવાને કારણે ધોરાજીથી પોરબંદર સુધીના નદી કિનારાના કાંઠાના ગામોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધોરાજીનો ભાદર-2 ડેમ આ સિઝનમાં બીજી વખત છલકાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી તેની સપાટી જાળવી રાખવા માટે તેનો 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે, જેના કારણે ભાદર નદીમાં 1,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને કારણે ધોરાજીથી પોરબંદર સુધીના નદી કિનારાના કાંઠાના ગામોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા લોકોને નદીપટ વિસ્તારમાં અવરજવર ન કરવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે.

(6:29 PM IST)