<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ પંપ ઉપર ડીઝલની અછત

 

વઢવાણ તા.૧૬: સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલની અછત સર્જાય છે ખાસ કરીને સરકાર દ્વારા ડીઝલમાં ૦૩ રૂપિયાના ભાવ વધારો કરવામાં આવ્યો છે તે છતાં પણ વાહન ચાલકોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા હોવાનો ઘાટ સર્જાયો છે ડીઝલની અછતને લઈ અને વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે ખાસ કરીને ડમ્પર ટ્રક અને મોટા વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા દસથી વધુ પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી.

ત્યારે જે પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો છે ત્યાં વાહન ચાલકોને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે ત્યારે પેટ્રોલ પંપ ના સંચાલકો સાથે આ મુદ્દે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું છે કે રોજની ૨૨,૦૦૦ લિટર સરેરાશ ડીઝલની જરૂરિયાત પ્રત્યેક પંપ ઉપર પડી રહે છે તેની સામે સરકાર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ડીઝલનો જથ્થાની ફાળવણી કરવામાં આવી નથી અને કાપ મુકવામાં આવ્યો છે જેને લઇને ડીઝલની અછત સર્જાય છે.

ત્યારે મધ્યરાત્રીએ એ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ પુરાવા માટે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને ડીઝલના ભાવમાં વધારો થયો પરંતુ તે છતાં પણ પૂરતા પ્રમાણમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલના મળતા ખેડૂતો પણ પરેશાનીમાં મુકાયા છે

(10:58 AM IST)