<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

રાજુલામાં 3 દિવસે ડીઝલનો જથ્થો આવ્યો: પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી

બાયપાસ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલનો નવો જથ્થો (ટાંકો) આવી પહોંચતાની સાથે જ વાહનચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલ ન હોવાના કારણે વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. જોકે, આજે રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલનો નવો જથ્થો (ટાંકો) આવી પહોંચતાની સાથે જ વાહનચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈંધણ પુરાવવા માટે જોતજોતામાં વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી.

 

(12:05 AM IST)