<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

હડમતાળા GIDCમાં ફ્યુઝન મેટલ કાસ્ટ કંપનીના ભઠ્ઠી વિભાગમાં ડીઝલની ટાંકી લીક થતાં આગ ભભૂકી

કંપનીના કર્મચારીઓએ 112 ઇમરજન્સી સેવાને જાણ કરી: શાપર–વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે સ્થળે પહોંચી

કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા GIDCમાં રાજકોટ–ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી ફ્યુઝન મેટલ કાસ્ટ કંપનીના ભઠ્ઠી વિભાગમાં ગત સાંજે 6:30 વાગ્યે આગ લાગી હતી  ડીઝલની ટાંકી લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે. 

 આગની જાણ થતાં કંપનીના કર્મચારીઓએ 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. શાપર–વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે સ્થળે પહોંચી હતી. 

ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં આવી હતી.

આગમાં કોઈ કામદાર કે અન્ય વ્યક્તિને ઇજા થઈ નથી અને જાનહાનિ પણ થઈ નથી. કંપનીને કેટલું નુકસાન થયું તેની સત્તાવાર માહિતી મળી નથી. ડીઝલની ટાંકીમાં લીકેજ થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.

(1:40 PM IST)