<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ભુજમાં સોની માતા પુત્રની મળેલ લાશનો ભેદ ઘરના સીસીટીવીએ ઉકેલ્‍યોઃ વળદ્ધ માતા અને લકવાગ્રસ્‍ત પુત્ર બંનેએ એક સાથે જ દુનિયાને કરી અલવિદા

માતાનું હાર્ટ એટેકથી જ્‍યારે લકવાગ્રસ્‍ત દિવ્‍યાંગ પુત્રનું ઇજાઓથી મોત, અગાઉ પિતા પુત્રનું હાર્ટએટેકથી મોત, વળદ્ધ માતા અને દિવ્‍યાંગ પુત્ર એક બીજાનો સહારો હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧: સમગ્ર ભુજ શહેરમાં ચકચાર સર્જનાર સોની માતા પુત્રની લાશ મળી આવવાના બનાવમાં ગમગીની સર્જતી હકીકત સામે આવી છે. ભુજના રવાણી ફળિયા લોહાર ચોકમાં રહેતા ૬૮ વર્ષીય રસીલાબેન પ્રફુલભાઈ બારમેડા અને તેમના ૩૪ વર્ષીય યુવાન પુત્ર ભરતની લાશ મળ્‍યા બાદ ભુજ એ ડિવિઝન પોલીસે હાથ ધરેલ તપાસમાં ઘરમાં ત્રણ રૂમમાં અને ઘર બહાર એક એમ ચાર સીસી ટીવી કેમેરાને ચેક કરાયા હતા. પોલીસ તપાસ અનુસાર ઘરમાં બહારથી કોઈ અંદર આવ્‍યું નહોતું કે અંદરથી કોઈ બહાર ગયું નહોતું. રૂમની અંદરના સીસી ટીવી કેમેરાની તપાસ દરમ્‍યાન એ ધ્‍યાને આવ્‍યું હતું કે રસીલાબેનને હૃદયરોગનો હુમલો આવ્‍યો હતો અને દુખાવો થતાં તેમણે મદદ માટે બૂમો પાડી હતી.માતાની બૂમો સાંભળી અંદર રહેલા લકવાગ્રસ્‍ત દિવ્‍યાંગ પુત્ર ભરતે ઉઠવાની કોશિશ કરી હતી. પરંતુ લકવાને કારણે એકલા ઉભા થવા કે ચાલવામાં અસમર્થ એવા ભરતે સંતુલન ગુમાવતા એ ડ્રેસિંગ ટેબલ સાથે અથડાતા ગરદન ઉપર ગંભીર ઇજા થઈ હતી. આ ઈજા અને પીડાના કારણે ભરતનું મોત નીપજ્‍યું હતું. આમ વળદ્ધ માતા બાદ લકવાગ્રસ્‍ત યુવાન પુત્રએ જીવ ગુમાવ્‍યો હતો. એક બીજાનો આધાર અને સહારો એવા માતા પુત્ર એ એક જ દિવસે ફાની દુનિયા છોડી. ગમગીની સર્જતા આ બનાવની વધુ કરૂણ હકીકત એ છે કે, અગાઉ ૨૦૧૨ માં આ પરિવારના યુવાન પુત્રનું અને ત્‍યારબાદ ૨૦૧૭ માં પરિવારના મોભી એવા પ્રફુલભાઇનું હાર્ટએટેકથી મોત નીપજ્‍યું હતું. ભાઈના મોત બાદ ભરતને લકવા થયો હતો અને તે પથારીવશ થઈ ગયો હતો. હાલ બંને માતા પુત્ર એકલા જ રહેતા હતા. બંનેનું ગુજરાન વ્‍યાજની આવક ઉપર ચાલતું હતું. જમવા માટે ટિફિન આવતું હતું. ઘેર કામકાજ માટે કામવાળા બહેન આવતા હતા. ગઈકાલે ઘરનો દરવાજો ન ખુલતા કામવાળા બહેને અડોશપાડોશમાં જાણ કરતા ૧૧૨ હેલ્‍પલાઈન ઉપર ફોન કરી દરવાજો તોડ્‍યો ત્‍યારે અંદર બંને લાશ મળી હતી. દરમ્‍યાન ભુજ એ ડિવિઝન પોલીસે બંને મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલ્‍યા છે. પીએમ રિપોર્ટ બાદ મોતના સાચા કારણની પુષ્ટિ થઈ શકશે.

(11:18 AM IST)