<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ભાવનગરના કુંભારવાડામાં જર્જરિત મકાન ધરાશાયી:માસૂમ બાળક સહિત એક જ પરિવારના 3 લોકો કાટમાળમાં દબાયા

કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક જર્જરિત મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. મકાન તૂટી પડતાં જ ઘરમાં હાજર એક જ પરિવારના ૩ સભ્યો કમનસીબે કાટમાળ નીચે ફસાયા હતા, જેમાં એક ૨ વર્ષનું માસૂમ બાળક પણ સામેલ હતું. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી

 . ઘટનાસ્થળે દોડી આવેલી ફાયર ફાઈટર્સની ટીમે ભારે જહેમત અને કાળજીપૂર્વક ઓપરેશન હાથ ધરીને કાટમાળ નીચે દબાયેલા બાળક સહિત ત્રણેય લોકોને સુરક્ષિત અને જીવતા બહાર કાઢી લીધા હતા. કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને તંત્ર દ્વારા જર્જરિત મકાનો સામે યોગ્ય કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(1:11 AM IST)