હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યો
ચાર્જ સંભાળ્યા બાદ નવા કમિશ્નરે કચેરી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી, શહેરના વિકાસકામો અને વહીવટી કામગીરીની લીધી માહિતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૧૯: જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. અગાઉ કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીનો બદલીનો આદેશ આવતા તેઓએ ગત શનિવારે સાંજે પોતાના હોદાનો ચાર્જ મુક્ત કર્યો હતો.
આજે સવારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચેલા નવા કમિશ્નર દીપેશ કેડિયાએ સૌપ્રથમ કમિશ્નર કચેરી તેમજ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે વિધિવત રીતે પોતાના હોદાનો ચાર્જ સંભાળ્યો હતો.
ચાર્જ સંભાળ્યા બાદ નવા કમિશ્નરે તાત્કાલિક પોતાના પર્સનલ આસિસ્ટન્ટ સહિત વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે શહેરના વહીવટી કાર્યો, હાલ ચાલી રહેલા વિકાસકામો તેમજ મહાનગરપાલિકાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
નવા કમિશ્નર દીપેશ કેડિયાના આગમનથી મહાનગરપાલિકાની કામગીરીમાં વધુ ગતિ આવશે અને વહીવટ વધુ સુચારુ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ નવા વડાના આગમનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
