તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ડાયરેક્ટર જનરલ વાય. એસ. રાવતે જામનગરમાં ભૂજિયા કોઠાની મુલાકાત લીધી
જામનગરની મુલાકાત દરમિયાન જામનગરના ઐતિહાસિક વારસા ભુજીયા કોઠાના સંવર્ધનની સરાહના કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : તા. ૪, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) ના ડાયરેક્ટર જનરલ વાય. એસ. રાવત એ ગઈકાલે જામનગરના ઐતિહાસિક ભૂજિયા કોઠાની મુલાકાત લીધી હતી. બેટ દ્વારકામાં ચાલી રહેલ પુરાતત્વીય સંશોધન કાર્યની સમીક્ષા કરી પરત ફરતી વખતે તેમણે લીધેલી આ વ્યક્તિગત મુલાકાત દરમિયાન જામનગર મહાનગરપાલિકા ના ોજેક્ટ અને પ્લાનિંગ વિભાગના અધિકારીઓ, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન પોતાની ગુજરાત આર્કિઓલોજી વિભાગના વડા તરીકેની સેવાઓ અને જામનગર મહાનગરપાલિકા સાથેના સમજૂતી કરાર (એમ.ઓ.યૂ.) જે તેમના જ વડપણ હેઠળ થયા હતા, તેને વગોળ્યા હતા. આ સમજૂતીના આધારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભગીરથ પ્રયત્નોની તેમણે સરાહના કરી હતી, અને આગામી વર્ષોમાં જામનગર ફરી ‘પેરિસ' બની શકે તે માટે જામનગર મહાનગરપાલિકાના પ્રયાસોને શુભેચ્છાઓ પાઠવી હતી.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
