તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
જામનગરમાં આરોગ્ય વિભાગના પરિપત્રને લઈને કર્મચારીઓમાં નારાજગી:અગ્રણીઓએ પરિપત્ર ફાડી હોળી કરી.
જિલ્લા પંચાયત નજીક આરોગ્ય કર્મચારીઓએ કર્યું વિરોધ પ્રદર્શન :આગામી સમયમાં પરિપત્ર રદ નહીં થાય તો વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાશે

જામનગર : જામનગરમાં આરોગ્ય વિભાગના પરિપત્રને લઈને કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ છે, આરોગ્ય કર્મચારીઓએ સેલ્ફી સાથે મોબાઇલમાં ટેકો એપ મારફત રિપોર્ટિંગ કરવાના પરિપત્રનો વિરોધ કરાયો હતો જિલ્લા પંચાયત નજીક આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
પરિપત્રના વિરોધમાં જામનગરમાં આરોગ્ય કર્મચારી મંડળના અગ્રણીઓએ પરિપત્ર ફાડી હોળી કરી હતી આગામી સમયમાં પરિપત્ર રદ નહીં થાય તો વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી રજૂઆત માટે આયોજન કરાયું છે (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
