હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'વૈરાગ્ય અંદરથી પ્રગટે છે, કોઈના આપવાથી નહીં' : બેકડી ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞમાં શ્રી વિશ્વાનંદ માતાજીનું પ્રેરક અમૃતપાન
સિહોર તાલુકાના બેકડી ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામકથાથી ભક્તિમય માહોલ : શનિવારે કથાની પૂર્ણાહુતિ થશે

ઈશ્વરિયા: સિહોર તાલુકાના સંપીલા અને ધર્મનિષ્ઠ ગ્રામજનો તેમજ આગેવાનોના સુંદર સંકલન અને સહયોગ વડે બેકડી ગામે નવનિર્મિત મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે ભવ્ય રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બેકડી ખાતે બિલેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં આસપાસના વિસ્તારના ભાવિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભાવ-ભક્તિ સાથે કથા શ્રવણનો દિવ્ય લાભ લઈ રહ્યા છે.
ક્ષણિક સ્મશાન વૈરાગ્ય કલ્યાણ કરી શકતો નથી: વ્યાસપીઠ:
આ ભક્તિમય પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ગત શુક્રવારથી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ગંગા વહી રહી છે. વ્યાસપીઠ પરથી રામકથાના વિવિધ દિવ્ય પ્રસંગોનું રસાળ શૈલીમાં વર્ણન અને ગાન કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું હતું કે, સાચો વૈરાગ્ય અંદરથી પ્રગટે છે, કોઈના આપવાથી પ્રગટતો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાય લોકોનો વૈરાગ્ય ક્ષણિક હોય છે, જેને સ્મશાન વૈરાગ્ય કહેવાય છે. લોકો કથા સાંભળે ત્યાં સુધી વૈરાગ્યભાવમાં રહે છે અને કથા પૂર્ણ થયા બાદ ફરી પાછા સંસારની મોહમાયામાં વ્યસ્ત થઈ જતા હોય છે, પરંતુ સાચો વૈરાગ્ય તો એ છે જે જીવનમાં કાયમી પરિવર્તન લાવે.
ગુરુવારે પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે અને શનિવારે કથાની પૂર્ણાહુતિ:
ઉલ્લેખનીય છે કે બેકડી ગામે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગત સોમવારથી શરૂ થયું છે, જે આગામી ગુરુવાર દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન થશે. આ ધર્મોત્સવના ભાગરૂપે યોજાયેલી શ્રી રામકથા શનિવારના રોજ પૂર્ણાહુતિ તરફ આગળ વધશે. ગામમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાતા સમગ્ર પંથકનું વાતાવરણ રામમય અને શિવમય બની ગયું છે. (અહેવાલ - મુકેશ પંડિત)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
