<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

જામનગર તાલુકાના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી

સિંચાઇ વિભાગનાં લાખો રૂપિયાનાં કામો તેઓના પુત્ર તથા ભત્રીજા પાસે કરાવ્યા :કામની રકમનાં લાખો રૂપિયા વાઉચરો દ્વારા તેમના પુત્ર અને ભત્રીજાને ચૂકવ્યા:કાગળ ઉપર કામો બતાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોવાની ફરિયાદ

જામનગર:જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામનાં સરપંચ દ્વારા ગામના વિકાસનાં કામોમાં હોદ્દાનો દુરુપયોગ બાબતમાં દોષિત ઠરતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ ને હોદ્દા ઉપરથી દુર કરવામા આવ્યા છે.અને હવે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

 જામનગર તાલુકાના સુમરી ભલસાણા ગામના સરપંચ  રામભાઇ રાયધનભાઈ છૈયા દ્વારા સિંચાઇ વિભાગનાં લાખો રૂપિયાનાં કામો તેઓના પુત્ર તથા ભત્રીજા પાસે કરાવવામાં આવ્યા હતા. તેમજ આ કામની રકમનાં લાખો રૂપિયા વાઉચરો દ્વારા તેમના પુત્ર અને ભત્રીજાને ચૂકવ્યા હતા.કાગળ ઉપર કામો બતાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી.
  ગુજરાત પંચાયત ધારા  અધિનિયમ નીજુદી જુદી કલમો હેઠળ સરપંચ ને  દોષિત ઠેરવવામાં આવેલ છે.
જામનગર જિલ્લા પંચાયત સિંચાઇ શાખા દ્વારા એફ ડી આર રુટ સુમરિ ભલસાણાનાં કામનો વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને  આપવામાં આવ્યો હતો. કામ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત સિંચાઇ શાખા  દ્વારા રૂ ત્રણ લાખ પાંસઠ હજારનું ચુકવણું  કરવામાં આવ્યું હતું.જે કામોની રકમ સરપંચ રામભાઇ છૈયા એ તેમના પુત્ર તથા ભત્રીજાને ચૂકવી હતી. અન્ય બીજી પણ ગેરરિતીઓ અનિયમિતતા સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સુનાવણી રાખી સરપંચ.ટી ડી ને સંભાળ્યા પછી સરપંચ રામભાઇ છૈયા ને હોદ્દા ઉપર થી દુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ બાબતે  પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલી રહી છે. બીજી તરફ રાજકીય ભલામણો માટે દોડ ધામ થઈ રહી છે. જો  રાજકીય શરણ નહિ થાય તો પોલીસ ફરિયાદ નક્કી જ છે.

(8:36 PM IST)