<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

જામજોધપુર તાલુકાના લલોઈ ગામની મુલાકાતે જિલ્લા કોંગ્રેસ મહિલા અધ્‍યક્ષઃ અનેક પ્રશ્ને રજૂઆત

૨ વર્ષથી સ્‍ટ્રીટ લાઈટ બંધ, આંગણવાડીના બાળકો ઝાડ નીચે ભણે છે,બસ વ્‍યવસ્‍થા અને શિક્ષકોની ઘટ સહિતના પ્રશ્નો ઉઠાવ્‍યા

(ઝીલ વ્‍યાસ દ્વારા )જામજોધપુર તા.૨૧ જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ કળપાબા જાડેજા તેમજ જિલ્લા મહિલા સેવાદળ પ્રમુખ રોશનબેન નાઈએ જામજોધપુર તાલુકાના લલોઈ ગામની મુલાકાત લીધી હતી અને ગામને પડતી મુશ્‍કેલીઓને વાચા આપી યોગ્‍ય નિરાકરણ કરવા માંગ કરી હતી.

જિલ્લા કોંગ્રેસ મહિલા અધ્‍યક્ષ દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ સ્‍ટ્રીટ લાઈટનો પ્રશ્ન  છેલ્લા બે વર્ષથી ગામમાં સ્‍ટ્રીટ લાઈટનો પ્રશ્ન અદ્ધરતાલ છે.આંગણવાડીની હાલત  આંગણવાડીની ઈમારત યોગ્‍ય નથી, જેના કારણે બાળકોને વળક્ષ નીચે બેસાડવામાં આવે છે. શિક્ષણની સમસ્‍યા ધોરણ ૮ પછી તાલુકા મથકે અભ્‍યાસ કરવા જવા માટે બસ વ્‍યવસ્‍થાનો અભાવ છે. ધો. ૧ થી ૮ વચ્‍ચે માત્ર પાંચ જ શિક્ષક છે, જેથી વિદ્યાર્થીઓને પૂરતો અભ્‍યાસ આપી શકાતો નથી પીવાનું પાણી છોડનારને ગ્રામ પંચાયત દ્વારા પગાર ચૂકવવાના બદલે લોકો પાસેથી ઘરદીઠ પૈસા ઉઘરાવીને ચૂકવવામાં આવે છે. ભૂગર્ભ ગટરો ઓનલાઈન બતાવે છે, પરંતુ હકીકતમાં ગામમાં ગટર જ નથી.

આ તમામ પ્રશ્નોનું તાત્‍કાલિક નિરાકરણ લાવવા માટે જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

(10:52 AM IST)