હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક મળી : વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ.
મધ્યાહન ભોજનમાં અપાતા ખોરાકની ગુણવત્તા, નિયમિત હેલ્થ ચેકઅપ અને આર્યન-ફોલિક એસિડની ગોળીઓના વિતરણ અંગે પણ ચર્ચા કરાઈ.

મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક સાથે જ પ્રવાસન સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ અને જિલ્લા આયોજન સમિતિની પણ બેઠકો યોજવામાં આવી હતી, જેમાં મોરબી જિલ્લાના પડતર પ્રશ્નો અને વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન મંત્રીએ રોડ-રસ્તા, નમો વન ર.0 (સાંસ્કૃતિક વન)ની કામગીરી, પર્યાવરણની જાળવણી, પાણી અને ગટર વ્યવસ્થા જેવા પાયાના પ્રશ્નો અંગે સઘન ચર્ચા કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલા તમામ વિકાસકામોને નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. આ ઉપરાંત, જિલ્લાની અલગ-અલગ સરકારી કચેરીઓ માટે નવી જમીન ફાળવણી તેમજ 'સ્વાગત' અને 'પીજી પોર્ટલ' પર પેન્ડિંગ રહેલા અરજદારોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી.
યુવાનોને રોજગારી અને પોષણ પર વિશેષ ધ્યાન
મોરબીના ઉદ્યોગો અને યુવાનોના હિતને ધ્યાનમાં રાખીને મંત્રીએ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના અમલ પર ખાસ ભાર મુક્યો હતો. આ યોજના હેઠળ આઇટીઆઈ (ITI) અને કોલેજના વિદ્યાર્થીઓને યોગ્ય રોજગારીની તકો મળે અને સાથે જ સ્થાનિક ઉદ્યોગોને કુશળ કારીગરો (સ્કિલ્ડ મેનપાવર) મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. સાથે જ, બાળકોના સ્વાસ્થ્યને લગતી પીએમ પોષણ યોજનાના સુચારુ અમલીકરણ, મધ્યાહન ભોજનમાં અપાતા ખોરાકની ગુણવત્તા, નિયમિત હેલ્થ ચેકઅપ અને આર્યન-ફોલિક એસિડની ગોળીઓના વિતરણ અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રની આ મહત્વની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેકટર સ્વપ્રિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક મીના, મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, DRDA નિયામક નવલદાન ગઢવી અને ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
