તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA) ની બેઠક યોજાઈ : અમરેલી જિલ્લામાં કેન્દ્ર સરકાર સંચાલિત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનોની સર્વગ્રાહી સમીક્ષા કરતાં સાંસદ
સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે થયેલા કાર્યો સારી રીતે થયા, વધુમાં વધુ લાભાર્થી સુધી પહોંચવા માટે સાંસદનો અનુરોધ : BSNL નેટવર્ક સમસ્યા નિવારણ, રોડ-રસ્તા રીસર્ફેસિંગ, સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નો સંદર્ભે જરૂરી દિશા નિર્દેશ આપતા સાંસદ ભરત સુતરીયા

(અરવિંદ નિમૅળ-રહીમ વસાયા દ્વારા)અમરેલી-મહુવા : અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠક યોજાઈ હતી.
અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં સાંસદ ભરતભાઈ સુતરીયાએ કેન્દ્ર સરકાર સંચાલિત જનકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને વિકાસ કાર્યો અન્વયે થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
સાંસદ સાંસદ ભરતભાઈ સુતરીયાએ જિલ્લામાં સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે નાગરિકો માટે થયેલા વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવી હજી વધુ સારા કાર્યો કરવા ઉપરાંત છેવાડાના લાભાર્થી સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકારની યોજનાઓ અને પ્રકલ્પો વધુ પ્રભાવી રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ સાંસદ ભરતભાઈ સુતરીયાએ પૂરું પાડ્યું હતું.
સાંસદ ભરતભાઈ સુતરીયાએ નાગરિકોને નાના ઉદ્યોગ માટે સરળતાથી લોન મળી રહે માટે જરૂરી સૂચનાઓ અને નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત બી.એસ.એન.એલ નેટવર્ક, રેલવે, વીજળી, રોડ-રસ્તા રિસર્ફેસિંગ સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ કચેરીઓના વડાઓ સાથે પરામર્શ કર્યો હતો. જિલ્લામાં ભૌતિક સુવિધાઓ થકી જનસુખાકારીમાં વધારો થાય તે માટે સાંસદ ભરતભાઈ સુતરીયાએ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં મનરેગા, દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, રાષ્ટ્રીય કૃષિ તથા પરંપરાગત કૃષિ વિકાસ યોજના, આત્મા, સ્વામિત્વ યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલોપમેન્ટ, ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સેફ્ટી એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન, બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નેશનલ હેલ્થ મિશન નેશનલ ટ્યુબર કલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુગમ્ય ભારત અભિયાન, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, ખેલો ઇન્ડિયા 2.0 સહિતની પ્રજાલક્ષી યોજનાઓ અને અભિયાનોના લક્ષ્યાંક સામે સિદ્ધિઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં કામગીરી સારી રીતે આગળ ધપી રહી છે.
સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી કે.જે.જાડેજાએ પણ પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે કર્યું હતું.
આ બેઠકમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સંબંધિત સદસ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકા સભ્યો, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
