તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
જામનગરના બુટલેગર સામે પાસાનું શસ્ત્ર ઉગામતા જિલ્લા પોલીસ વડા : જેલ હવાલે કરવા તજવીજ
પ્રોહીબીશનના ગુન્હામાં સંકળાયેલ કાયાભાઈ સાખરા સામે પાસાના વોરન્ટની બજવણી

જામનગર : જામનગર જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધમાં કડક હાથે કામગીરી કરવા નાયબ પોલીસ મહાનિરિક્ષક.નિર્લીપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ-રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ, જે અન્વયે પો.ઇન્સ.વી.બી.ચૌધરી તથા સીટી સી ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.એન.બી.ડાભી તથા રાજનભાઇ, યોગરાજસિંહ દ્વારા જામનગર જીલ્લામાં અગાઉ પ્રોહીબીશનના ગુન્હાની પ્રવૃતિ સાથે શખ્શ સંકળાયેલ હોય, તેઓ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ પી.બી.પંડયા (IAS) નાઓ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટનાઓએ પાસા વોરંટ ઇસ્યુ કરતા, જે પાસા વોરંટની બજવણી પોલીસ સબ ઇન્સ.એમ.વી.ભાટીયા નાઓ તથા શરદભાઈ પરમાર, હીરેનભાઈ વરણવા, સુરેશભાઇ માલકીયા નાઓએ કરી, જેલમા મોકલી આપવા તજવીજ કરેલ છે.
કાયાભાઈ કરશનભાઈ સાખરા (રહે.ડીફેન્સ કોલોની વુલનમીલ પાછળ જામનગર ) નો પ્રોહીબીશનના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેની અટકાયત કરીને મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે
ઉપરોકત કામગીરી એલ.સી.બી. પો.ઈન્સ. વી.બી.ચૌધરી નાઓ તથા પો.સબ.ઇન્સએમ.વી.ભાટીયા તથા એલ.સી.બી સ્ટાફના હીરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર, સુરેશભાઈ માલકીયા, તથા પો.ઇન્સ.એન.બી.ડાભી તથા રાજનભાઇ,યોગરાજસિંહ દ્રારા કરવામા આવેલ.હતી
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
