તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
બુટલેગર સામે પાસાની કાર્યવાહી કરતા જિલ્લા પોલીસવડા :યશપાલસિંહ જાડેજાની પાસા હેઠળ અટકાયત કરીને લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલ્યો : જુઓ વિડિયો
જામનગર જીલ્લામાં અગાઉ પ્રોહીબીશનના ગુન્હાની પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય પાસા દરખાસ્ત તૈયાર કરી આકરી કાર્યવાહી

જામનગર :જામનગર જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધમાં કડક હાથે કામગીરી કરવા નાયબ પોલીસ મહાનિરિક્ષક.નિર્લીપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ-રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ, જે અન્વયે પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા પો.સબ.ઇન્સ. એમ.વી.ભાટીયા તથા શરદભાઇ પરમાર, હીરેનભાઈ વરણવા, સુરેશભાઇ માલકીયા દ્વારા જામનગર જીલ્લામાં અગાઉ પ્રોહીબીશનના ગુન્હાની પ્રવૃતિ સાથે નીચે જણાવેલ સંકળાયેલ હોય, તેઓ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ પી.બી.પંડયા (IAS) નાઓ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓએ પાસા વોરંટ ઇસ્યુ કરતા, જે પાસા વોરંટની બજવણી પોલીસ સબ ઇન્સ.એમ.વી.ભાટીયા નાઓ તથા શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા નાઓએ કરી, જેલમા મોકલી આપવા તજવીજ કરેલ છે.
યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. ગાંધીનગર મચ્છરનગર શે.નં.૪ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે જામનગર) ની પ્રોહીબીશનમાં અટકાયત કરીને મધ્યસ્થ જેલ લાજપોર સુરતમાં મોકલાયો છે
ઉપરોકત કામગીરી એલ.સી.બી. પો.ઈન્સ. વી.બી.ચૌધરીનાઓ તથા પો.સબ.ઇન્સ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી સ્ટાફના હીરેનભાઇ વરણવા,શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર તથા રૂષીરાજસિંહ વાળા દ્રારા કરવામા આવેલ.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
