તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
કોર્ટના હુકમનો અનાદર બદલ PI ને જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલવા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા આદેશ કરાયો
DYSP સહિતના પોલીસ અધિકારીની વિનંતીથી પી.આઈનો શરતી જામીન પર છુટકારો

બોરસદના પી.આઈ અને અગાઉ ભાવનગરમાં પી.આઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા પી.બી.જાદવ સામે કોર્ટના હુકમના અનાદર અંગે એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ રોષે ભરાયા હતા . અગાઉ પાલીતાણામાં ફરજ બજાવી ચૂકેલા પી.આઈને વારંવાર સમન્સ આપવા છતાં હાજર ના રહેતા જજ રોષે ભરાયા હતા . એટ્રોસિટીના કેસમાં પી.આઈ વિરુદ્ધ NBW વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જેમાં પી.આઈ હાજર ના રહેતા પી.આઈને જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો પી.આઈને કસ્ટડીમાં મોકલવાના આદેશને લઈ DYSP સહિતના પોલીસ અધિકારીઓ કોર્ટમાં દોડી આવ્યા હતા . ભારે વિનંતી અને કલાકો બાદ જજ એ બોરસદ પી.આઈને શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા . જજ એ ભાવનગર સીટીના તમામ પોલીસ અધિકારીઓને કોર્ટના આદેશનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ આપ્યા હતા .
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
