તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
પોરબંદરના સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં દિવ્ય દીપોત્સવ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાશે
ધનતેરસથી નૂતન વર્ષ સુધી પંચપર્વ દરમિયાન ભવ્ય લક્ષ્મીપૂજન, સહસ્રકમલ પૂજન, અન્નકૂટ મહોત્સવ, દીપદાન અને નયનરમ્ય આતશબાજી સહિતના ધાર્મિક મનોરથોનું ભવ્ય આયોજન

પોરબંદર: પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના વિશ્વવિખ્યાત શ્રીહરિ મંદિરમાં પરમ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન નિશ્રામાં ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ મનોરથો અને દીપદાન સાથે દિવ્ય દીપાવલી પર્વની ભવ્ય ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તા. ૬ થી ૧૦ નવેમ્બર દરમિયાન યોજાનારા આ પંચપર્વીય ઉત્સવમાં ભગવાનને આકર્ષક વિશેષ શૃંગાર ધરાવવામાં આવશે.
ધનતેરસ અને રૂપચતુર્દશીના મનોરથ:
તા. ૦૬-૧૧-૨૦૨૬, શુક્રવારના રોજ ધનતેરસના દિવસે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ દરમિયાન વિધિપૂર્વક શ્રીલક્ષ્મી પૂજન, ત્યારબાદ દીપદાન અને સાંજે ૭:૦૦ વાગ્યે સાયં આરતી થશે. શનિવાર, તા. ૦૭-૧૧-૨૦૨૬ના રોજ રૂપચતુર્દશી નિમિત્તે સવારે ૮:૦૦ થી ૯:૦૦ સૌમ્ય ભૈરવજીનો અભિષેક કરાશે. સાંજે ૫:૩૦ થી ૬:૩૦ હનુમાનજી પૂજન, ૬:૩૦ થી ૭:૦૦ દીપદાન વિધિ, ૭:૦૦ વાગ્યે સાયં આરતી અને ત્યારબાદ ૮:૦૦ થી ૯:૦૦ દરમિયાન ભૈરવજી યજ્ઞ યોજાશે.
દીપાવલીનું પૂજન અને નયનરમ્ય આતશબાજી:
તા. ૦૮-૧૧-૨૦૨૬, રવિવારના રોજ દીપાવલીના પવિત્ર દિવસે સવારે ૮:૦૦ થી ૯:૦૦ દરમિયાન શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ અને ૯:૦૦ થી ૧૦:૩૦ દરમિયાન ચોપડા પૂજન થશે. સાંજે ૫:૦૦ થી ૬:૩૦ પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું સહસ્રકમલોથી દિવ્ય પૂજન-અર્ચન કરાશે. સાંજે ૬:૩૦ વાગ્યે દીપદાન, ૭:૦૦ વાગ્યે શયન આરતી અને ૭:૩૦ થી ૮:૦૦ ભગવાન સન્મુખ ભવ્ય દીપોત્સવ યોજાશે. ત્યારબાદ રાત્રે ૮:૦૦ વાગ્યે મંદિરના પ્રાંગણમાં આકર્ષક આતશબાજી કરવામાં આવશે. સોમવાર, તા. ૦૯-૧૧-૨૦૨૬ના રોજ સર્વે દિવ્ય વિગ્રહોના વિશેષ દર્શન (સવારે ૭:૩૦ થી ૧:૦૦ અને સાંજે ૪:૩૦ થી ૮:૦૦) તથા સાંજે નયનરમ્ય દીપોત્સવ યોજાશે.
નૂતન વર્ષે મહાઅન્નકૂટ અને સ્નેહમિલન:
તા. ૧૦-૧૧-૨૦૨૬, મંગળવારના રોજ નૂતન વર્ષ નિમિત્તે પ્રાતઃ ૭:૩૦ વાગ્યે મંગલા આરતી સાથે શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનને મહાઅન્નકૂટ સમર્પિત કરાશે, જેની મહાઆરતી બપોરે ૧૨:૦૦ વાગ્યે યોજાશે. આ દિવસે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાશે. દર્શનાર્થીઓ સવારે ૭:૩૦ થી ૧:૦૦ અને સાંજે ૪:૩૦ થી ૮:૩૦ સુધી અન્નકૂટના દર્શનનો લાભ લઈ શકશે. સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા આ તમામ ધાર્મિક પ્રસંગોનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
