તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 6th September 2026
જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ દિવ્ય ‘પવિત્રા શ્રૃંગાર’ :હજારો શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા
સોમનાથ મંદિરમાં ભૂદેવો દ્વારા વેદોક્ત ઋચાઓ અને દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે મહાદેવને પવિત્રા માળા, સુગંધિત ચંદન, પુષ્પો અને પ્રિય બિલ્વપત્રથી અલંકૃત કરાયા

પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચાયો છે. શ્રાવણ વદ નોમ પર્વ નિમિત્તે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ દિવ્ય ‘પવિત્રા શ્રૃંગાર’ કરવામાં આવ્યો હતો, જેમાં વિશેષ રૂપે નવગ્રહ શાંતિ અર્થે નવ પ્રકારના ધાન્ય (નવધાન્ય) વડે અલૌકિક યંત્રની પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ શ્રૃંગાર દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.
આજે સોમનાથ મંદિરમાં ભૂદેવો દ્વારા વેદોક્ત ઋચાઓ અને દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે મહાદેવને પવિત્રા માળા, સુગંધિત ચંદન, પુષ્પો અને પ્રિય બિલ્વપત્રથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
