તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 5th June 2026
કરછ બોર્ડર રેન્જનું વિભાજન સામાન્ય પ્રક્રિયા નહીં, રાષ્ટ્રીય સુરક્ષા ફૂલપ્રૂફ બનાવવાની રણનીતિ છે
૫૫૦ કી.મી. નો વિસ્તળત સંવેદનશીલ વિસ્તાર , ૪૦૬.૮૭ ભારત પાકિસ્તાનની જમીની સરહદ ૨૩૮ કી.મી. દરીયાઇ પટ્ટીનુ સુપરવિઝન એકજ અધિકારીના સુપરવિઝન હેઠળ કરવું એ પડકારરૂપ હોવાનું રાજ્ય સરકારનું તારણ હતું બોર્ડર રેન્જનું વિભાજન કરી બનાસકાંઠા, થરાદ અને વાવ અને ભૂતકાળના જયાં શંકાસ્પદ લોકો પકડાયેલ તેવા પાટણ જિલ્લાનો સમાવેશ કરી, અલગ રેન્જ વડાની નિમણૂક કરી છે ઉતર સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાને રાજકોટ રેન્જ બદલે હવે કચ્છમાં મુકવાના નિર્ણયનો અમલ કરાયો છે

રાજકોટ તા. પઃ રાજ્યની આંતર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને ફુલ પ્રૂફ અને મજબૂત બનાવવા માટે લાંબા સમય થયા ચાલતી વિચારણા આખરે અમલી બની છે. ખૂબ મહત્વની એવી વિશાળ કચ્છ બોર્ડર રેન્જનો સંવેદનશીલતા અને તેનાં વ્યાપક વિસ્તાર ધ્યાને રાખી બોર્ડર રેન્જનું વિભાજન કરી નવી બનાસકાંઠા રેન્જ બનાવવા સતાવાર રીતે નિર્ણય ગ્રહ મંત્રાલય દ્વારા લેવાયો છે, આ નિર્ણય સામાન્ય નહિ, ખૂબ વ્યૂહાત્મક રીતે રાષ્ટ્રીય સુરક્ષા પરીક્ષેપમા લેવાયો છે.
પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિ પાકિસ્તાન સાથેના આપણા ૩૬ ના આંક જેવા સંબધો ધ્યાને રાખી સરહદ અને દરિયાઈ પટ્ટી પર સ્થાનિક પોલીસ સાથે સુરક્ષા એજન્સીઓની બાજ નજર ખૂબ સારી રીતે રહે તેવો હેતુ છે.
૫૫૦ કિલોમીટરનો વિશાળ સંવેદનશીલ વિસ્તાર
મળતી વિગતો મુજબ, અગાઉ બોર્ડર રેન્જ હેઠળ આશરે ૫૫૦ કિલોમીટરનો વિશાળ સંવેદનશીલ વિસ્તાર આવતો હતો, જેનું સંચાલન એક જ આઈજી કક્ષાના અધિકારી માટે ખૂબ જ પડકારજનક હતું. આ વિસ્તારમાં ૪૦૬.૮૭ કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જમીની સરહદ અને ૨૩૮ કિલોમીટર લાંબો સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર સામેલ છે.
આ રેન્જમાં
આ જિલ્લાનો સમાવેશ
હવે આ વિશાળ વિસ્તારના વિભાજન બાદ નવી વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને નવી બનાસકાંઠા રેન્જ ઉભી કરાઇ છે. આ નવી રેન્જ હેઠળ બનાસકાંઠા જિલ્લો, વાવ-થરાદનો સરહદી વિસ્તાર અને પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે પુનઃગઠિત બોર્ડર રેન્જમાં હવે પૂર્વ કચ્છ, પ?મિ કચ્છ અને સૌરાષ્ટ્રના મહત્વના મોરબી જિલ્લાને પણ બોર્ડર રેન્જની સુરક્ષા ગ્રીડમાં સામેલ કરી દેવાયો છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
