તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
પોરબંદરમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દીપાવલી પર્વની ભવ્ય ઉજવણી : આતશબાજીથી ગુંજી ઉઠ્યું સાંદીપની
પૂ.રમેશભાઈ ઓઝાની સાથે ફટાકડા ફોડીને ભાવિકોએ ઉજવ્યો દિવાળીનો તહેવાર : મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા ઉપસ્થિતઃ સાંદીપની આશ્રમને રોશનીથી શણગારવામાં આવ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા,.૧૩ : પોરબંદર સાંદીપની ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા દીપાવલી પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી, દીપાવલીના પાવન પર્વ નિમિત્તે સાંદીપની આશ્રમને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રીએ ભાવિકો સાથે ફટાકડા ફોડીને દિવાળી તહેવારની ઉજવણી કરી હતી, ફટાકડાની આતશબાજી અને દીપમાળાના પ્રકાશથી સાંદીપનીનું આકાશ ઝળહળી ઉઠ્યું હતું, આ દીપાવલી ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા, ભાવિકોએ પૂજ્ય ભાઈશ્રીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી, સાંદીપની ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની ઉજવણી ભક્તિ, આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, જેને લઈને ભાવિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.(તસવીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
