તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 7th November 2026
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા શ્રમયોગી પરિવારોને "દિવાળી કીટ" નું વિતરણ
સેવાકીય સંસ્થાઓ સત્યમ સેવા મંડળ ટ્રસ્ટ, ગાયત્રી શક્તિપીઠ, શિવમ સંસ્થા (અપનાઘર), પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે માનવતાભર્યો સેવાયજ્ઞ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭ : જૂનાગઢની સેવાકીય સંસ્થાઓ સત્યમ સેવા મંડળ ટ્રસ્ટ, ગાયત્રી શક્તિપીઠ, શિવમ સંસ્થા (અપનાઘર), પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે દ્દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે માનવતાભર્યો સેવાયજ્ઞ આજ રોજ ધન તેરસ ના દિવસે યોજવામાં આવ્યો હતો.
જૂનાગઢના હાજિયાણી બાગ વિસ્તારમાં રહેતા અને આપણા ઘર- આંગણા માંથી ડોર-ટુ-ડોર સૂકો તથા ભીનો કચરો સુરીલા સંગીત સાથેની ગાડી દ્વારા એકત્રિત કરી ,શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા શ્રમયોગી પરિવારો માટે ખરા અર્થમાં દિવાળી ની ઉજવણી અર્થે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૫૧ પુરુષો, ૪૮ બહેનો તથા ૯૫ બાળકો મળી કુલ ૧૯૪ સભ્યોને દિવાળીની ખુશીઓમાં સહભાગી બનાવવા વિવિધ જીવનજરૂરી અને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં,
મીઠાઈ, ફરસાણ, ગાંઠિયા અને ચવાણું, કટલેરી કીટ,
બહેનો માટે સાડી,
ભાઈઓ માટે પેન્ટ-શર્ટ,
બાળકો માટે ફટાકડા
ઘઉંનો લોટ, બાળકો માટે
શૈક્ષણિક કીટ, દરેક પરિવારને આપીને રાજી આપવામાં આવ્યા હતા.તેમજ વિતરણ બાદ દરેક પરિવાર જનોને સ્વાદિષ્ટ પાવભાજી નું ભોજન પીરસવામાં આવેલ હતુ.
આ સેવાયજ્ઞ માં નાગભાઈ વાળા, વિજયભાઈ કિકાણી, મીનાબેન ગોહેલ, વિવેકભાઈ ગોહેલ, દ્વારકાદાસ રાયજાદા, શીતલબેન થડેશ્વર, મુકેશભાઈ મેઘનાથી તેમજ જયકિશનભાઈ દેવાણીના આર્થિક દાન-સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવાયજ્ઞ ને સફળ બનાવવા વિશેષ યોગદાન આપનાર સેવાભાવી કાર્યકરો જેમાં,
શ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, નવીનભાઈ ગઢીયા, ચંપકભાઈ જેઠવા, બટુક બાપુ, રાજેન્દ્રભાઈ ચુડાસમા, દયાબેન માણેક તેમજ હિલધારી ગ્રુપના નીરજભાઈ ગુપ્તા તેમજ પાર્થભાઈ ત્રિવેદી, તેમજ સર્વે સેવાભાવી બહેનોએ ઉપસ્થિત રહી સેવા આપી હતી.
સ્વચ્છતા જાળવતા શ્રમયોગીઓના જીવનમાં પણ દિવાળીના દીપ પ્રગટે અને તેમના પરિવારના બાળકોના ચહેરા પર ખુશીની સ્મિત ઝળહળે તે જ સાચી માનવસેવા છે.જે આજના આ સેવા યજ્ઞનો હાર્દ કહી શકાય.(તસવીર: મુકેશ વાઘેલા-જુનાગઢ)
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
